કોરોના વાઇરસને કારણે કરણ જોહર પણ મદદે

19 April, 2020 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસને કારણે કરણ જોહર પણ મદદે

કરણ જોહર

કરણ જોહરે તેના ધર્મા પ્રોડક્શન દ્વારા લોકોને મદદ કરવાનો નિર્ણય લીધો છે. અક્ષયકુમારે ૨૫ કરોડ રૂપિયાની સરકારને મદદ કર્યા બાદ ઘણી સેલિબ્રિટીઝ આગળ આવી છે. સલમાન ખાન અને શાહરુખ ખાન પણ તેમની રીતે લોકોને મદદ કરી રહ્યા છે. આમિર ખાને પણ દાન કર્યું છે. સાજિદ નડિયાદવાલા હવે બૉલીવુડના સૌથી મોટા પ્રોડક્શન-હાઉસમાંના એક ધર્મા પ્રોડક્શને પણ કોરોના વાઇરસને લઈને મદદનો હાથ લંબાવ્યો છે. ધર્મા પ્રોડક્શન પીએમ-કૅર્સ, ચીફ મિનિસ્ટર્સ ફન્ડ, ગિવ ઇન્ડિયા ફન્ડરેઝર, એનજીઓ ગૂંજ, ઝોમૅટો ફન્ડિંગ ઇન્ડિયા, ધ આર્ટ ઑફ લિવિંગ અને ઇન્ટરનૅશનલ અસોસિએશન ફૉર હ્યુમન વૅલ્યુઝમાં તેણે દાન કર્યું છે. આ વિશે કરણ જોહરે એક વિડિયો પણ શૅર કર્યો છે. આ વિડિયો શૅર કરીને કરણે ટ્વીટ કર્યું હતું કે ‘આપણે બધા આમાં સાથે છીએ. આ મુસીબતના સમયમાં જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી જવાબદારી છે. આથી જ ધર્મા ફૅમિલીએ એક થઈને આ માટે મદદ કરવાનો નિર્ણય લીધો છે. લૉકડાઉન દરમ્યાન લોકોની જરૂરિયાત પૂરી કરવામાં અમે પણ સાથે છીએ. કોરોના સામેની લડાઈમાં એક થઈને લડીએ.’

karan johar bollywood news entertainment news coronavirus covid19