‘83’,‘સૂર્યવંશી’ ફિલ્મનાં પ્રોડ્યૂસર શિબાશીષ સરકાર Covid-19નાં દર્દી

01 June, 2020 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

‘83’,‘સૂર્યવંશી’ ફિલ્મનાં પ્રોડ્યૂસર શિબાશીષ સરકાર Covid-19નાં દર્દી

તેમણે થોડા વખત પહેલાં જ એક વેબીનારમાં કહ્યું હતુ કે તેમની ફિલ્મો ડીજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય.

કોરોનાવાઇરસે બૉલીવુડમાં સૌથી પહેલાં તો કનિકા કપૂરે ઝપાટામાં લીધી અને પછી મોરાની પરિવાર, કિરણ કુમાર વગેરે પણ Covid-19 પૉઝિટીવ આવ્યા હોવાનાં સમાચાર ઝળક્યા. આજે ‘83’ તથા ‘સૂર્યવંશી’ના પ્રોડ્યૂસર તથા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના CEO શિબાશીષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શિબાશીષ શનિવારે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને સૌથી પહેલાં તાવ આવવાની શરૂઆત થઇ. તાવને કારણે જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે કોરોના પૉઝિટીવ હોવાની જાણ થઇ. તેઓ હાલમાં કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર છે. તેમણે થોડા વખત પહેલાં જ એક વેબીનારમાં કહ્યું હતુ કે તેમની ફિલ્મો ડીજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. આ પહેલાં બોની કપૂર અને કરણ જોહરનાં ઘરનાં સ્ટાફમાં કોરોના પૉઝિટીવ કેસિઝ આવ્યા હતા જો કે આ પરિવારનાં બાકી સભ્યો સલામત છે.

bollywood entertainment news sooryavanshi coronavirus covid19