Coronavirus: દીકરીઓ પછી હવે Covid-19એ કરીમ મોરાનીનો વારો કાઢ્યો

08 April, 2020 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus: દીકરીઓ પછી હવે Covid-19એ કરીમ મોરાનીનો વારો કાઢ્યો

કરીમ મોરાનીનાં પરિવારનાં કુલ ત્રણ જણા સારવાર હેઠળ.

બૉલીવુડનાં પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શાઝા અને ઝોઆને કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ પડ્યુંના સમાચારની હજી શાહી સુકાઇ નથી ત્યાં તો હવે એક્ટ્રેસ દીકરીઓનાં પ્રોડ્યુસર પપ્પા કરીમ મોરાની પણ કોરોનાવાઇરસતી સંક્રમિત થયા છે.આ બૉલીવુડનો લેટેસ્ટ કોરોનાવાઇરસ કેસ છે.એક્ટર પુરબ કોહલીનો આખો પરિવાર કોરોનાવાઇરસથી સંક્રમિત હતો તે સમાચાર કાલે જ આવ્યા હતા.કનિકા કપૂર હવે સાજી થઇ ગઇ છે પણ તે બૉલીવુડની પહેલી સેલિબ્રિટી હતી જેને કોરોનાવાઇરસનું સંક્રમણ થયું હતું.

કરીમનાં ભાઇ મોહંમદ મોરાનીએ પીટીઆઇને જણાવ્યું હતું કે, “કરીમભાઇનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે અને ટેસ્ટનું રિઝલ્ટ આજે સવારે જ આવ્યું છે. બંન્ને દીકરીઓનો ટેસ્ટ પૉઝિટવ આવતાં ઘરમાં બધાંની તપાસ થઇ હતી અને કરીમ સિવાય બધાંનાં ટેસ્ટ નેગેટિવ આવ્યા.” હાલમાં મોરાની નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઇ હેઠળ છે.

મોરાનીની દીકરી શાઝા શ્રીલંકાથી માર્ચનાં પહેલા અઠવાડિયામાં પાછી ફરી હતી અને ત્યારે તેનો કોઇ લક્ષણ નહોતા પણ પછી લક્ષણો વર્તાતા તેને સોમવારે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીજી દીકરી ઝોઆ જે રાજસ્થાનથી માર્ચની પંદરમીની આસપાસ પાછી ફરી હતી તેનો Covid-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.તેનો ટેસ્ટ મંગળવારે કરાયો અને સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવ્યો.શાઝા અન્ય હૉસ્પિટલમાં છે અને બે દિવસ બાદ તેનો ફરી ટેસ્ટ કરાશે.

કરીમ મોરાનીએ શાહરૂખ ખાની રા.વન, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યુયર, દિલવાલે જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કરેલી જાહેરાત અનુસાર બુધવારે ભારતમાં કૂલ કેસિઝની સંખ્યા 5,194 હતી અને 149 જણા વાઇરસને કારણે મૃત્યુ પામ્યા હતા.

karim morani zoa morani covid19 coronavirus bollywood bollywood news