9 વાગે 9 મિનિટ: બોલિવુડના સેલેબ્ઝે દેખાડી એકતા

05 April, 2020 10:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

9 વાગે 9 મિનિટ: બોલિવુડના સેલેબ્ઝે દેખાડી એકતા

9 વાગે 9 મિનિટ: બોલિવુડ છે દેશની સાથે

મહામારી કોરોના વાયરસ (COVID-19) સામેની લડતમાં આજે દેશના તમામ લોકોએ પોતાની ઉપસ્થિતિ દર્શાવીને દેશની એકતાનું પ્રદર્શન કરાવ્યું હતું. 130 કરોડ દેશવાસીઓએ નવ વાગે નવ મિનિટ માટે દિવા, મીણબત્તી કે ટોર્ચ પ્રગટાવીને સામુહિક શક્તિનું પ્રદર્શન ક

ત્રીજી એપ્રિલે વડિયો સંદેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ એપ્રિલે એટલે કે આજે રાત્રે નવ વાગે દેશવાસીઓ પાસે નવ મિનિટ માંગી હતી. રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી ઘરની બધી જ લાઈટ્સ બંધ કરી, ઘરના દરવાજે મીણબત્તી, દિવો, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને તેનો પ્રકાશ કરવાનું કહ્યું હતું. આ મહામારી સામેની લડતમાં કોઈ વ્યક્તિ એકલી નથી. તેની સાથે આખો દેશ છે, એવું દર્શાવવા માટે વડાપ્રધાને 9 વાગે 9 મિનિટ માટે દીવા પ્રગટાવવાનું કહ્યું હતું.

આજે સામાન્ય માણસથી સેલેબ્ઝ સુધી દરેક જણે વડાપ્રધાનની વાતને માન્ય રાખીને 9 વાગે 9 મિનિટ માટે પોતાના ઘરની બાલકનીમાં દીવા કે મીણબત્તી પ્રગટાવી હતી. આવો જોઈએ ક્યા સેલેબ્ઝે શું કર્યું....

 

ચંકી પાન્ડે, અનન્યા પાન્ડે, અર્જુન રામપાલ, મૌની રોય, અક્ષય કુમાર, કરણ જોહર સહિતના સેલેબ્ઝે ઘરને આંગણે દીવા પ્રગટાવ્યા હતા.

અક્ષય કુમારે કહ્યું હતું કે, આપણે બધા સાથે મળીને આ અંધકારમાંથી બહાર આવી જશું. બસ ત્યાં સુધી મજબુત અને સલામત રહેવાની જરૂર છે.

ચંકી પાન્ડે અણે અનન્યા પાન્ડેએ પણ ઘરની બાલકનીઢાં દીવા અને ટોર્ચથી જાણે પ્રકાશનું કિરણ પાથર્યું હતું.

રકુલ પ્રિત કૌરે પણ મીણબત્તી પ્રગટાવી હતી.

coronavirus covid19 narendra modi bollywood entertainment news