જાણો ક્યારથી ખુલશે થિયટર ખુલવાની આશા, સૌથી પહેલા રિલીઝ થઈ શકે આ ફિલ્મ

31 May, 2020 06:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જાણો ક્યારથી ખુલશે થિયટર ખુલવાની આશા, સૌથી પહેલા રિલીઝ થઈ શકે આ ફિલ્મ

થિયેટર

કોરોના વાયરસના કહેર પછી પણ દેશમાં જાહેર લૉકડાઉન પછીથી સિનેમાઘરો પણ બંધ છે અને ફિલ્મો સાથે સંબંધિત બધાં કામ પણ બંધ છે. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ટૂંક સમયમાં જ આ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. બે મહિનાથી વધારે સમયથી બંધ મોટા કારભાર પછી હવે સિનેમાઘરના માલિકોની સામે પણ આર્થિક સંકટ ઉભું થઈ રહ્યું છે. જો કે, હવે માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ સિનેમાઘરો ખુલી શકે છે.

સરકાર તરફથી લૉકડાઉન-5ને લઈને જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 30 જૂન સુધી સિનેમાઘરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 જૂન પછી સિનેમાઘરો શરૂ કરવાની પરવાનગી મળી શકે છે, પણ તેમાં બધા દર્શકો અને સિનેમાઘરોના કર્મચારીઓ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાએ પણ કેન્દ્ર સરકાર પાસે 30 જૂન પછી સિનેમાઘરો શરૂ કરવાની પરવાનગી માગી છે.

જયપુરમાં એક મલ્ટીપ્લેક્સ ચેન ચલાવનારા અભિમન્યુ બંસલે આ વિશે પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમણે મિડ-ડેને જણાવ્યું કે, 'એકવાર સરકાર ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવેલા દિશાનિર્દેશોને પરવાનગી આપી દે છે તો અમને આશા છે તે 15 જૂનથી 30 જૂન વચ્ચે સિનેમાઘરો ફરીથી શરૂ થઈ શકશે.' ઇન્ડસ્ટ્રી તરફથી સ્વચ્છતા, ડિસ્ટેન્સિંગને લઈને દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે, જેનું પાલન સિનેમાઘરો શરૂ થયા પછી કરવાનું રહેશે.

અભિમન્યુએ એ પણ જણાવ્યું કે સિનેમા કર્મચારીઓને અનિવાર્ય રૂપે માસ્ક અને ગ્લવ્ઝ પહેરવાના રહેશે અને પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું રહેશે. તો સિનેમાઘરોને બેસવા માટે પણ જુદી રીતે પ્લાન તૈયાર કરવાનો રહેશે જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ કરી શકાય. આ સિવાય બંસલે જણાવ્યું કે, શરૂઆતમાં અમે 50 ટકા લોકોને જ બેસવાની પરવાનગી આપી શકશું." સિનેમાઘર શરૂ થવાની સાથે જ રિલીઝ થનારી પહેલી ફિલ્મ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે અક્ષય કુમાર અને કૅટરિના કૅફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી સૌથી પહેલા રિલીઝ થઈ શકે છે.

bollywood bollywood news bollywood gossips entertainment news