આવા લૉકડાઉનમાં અભિનેત્રીના ઘરે પાર્ટી?, પોલીસે કહ્યું OMG!

23 April, 2020 03:55 PM IST  |  Mumbai Desk

આવા લૉકડાઉનમાં અભિનેત્રીના ઘરે પાર્ટી?, પોલીસે કહ્યું OMG!

અનિતા રાજ

હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અનીતા રાજના ઘરે તે વખતે હંગામો થઈ ગયો જ્યારે તેમના પાડોશીઓએ તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. પાડોશીઓનું કહેવું હતું કે અનીતા પોતાના પતિ સુનીલ હિંગોરાની સાથે મળીને પોતાને ત્યાં કેટલાક મહેમાનોને બોલાવીને તેમની સાથે પાર્ટી કરી રહી હતી. જ્યારે આ બાબતે અનિતા રાજનું કહેવું છે કે તે લોકો તેના પતિ સુનીલ પાસે મેડિકલ ઇમરજન્સીને કારણે આવ્યા હતા.

ઘટનાસ્થળની પાસે હાજર સૂત્રો પાસેથી સમચાર મળ્યા કે, "જ્યારે દેશ આખામાં લૉકડાઉનની જાહેરાત થઈ છે ત્યારથી સોસાઇઠીમાં બહારથી આવ-જા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સોમવારે અનીતા રાજના ઘરે કેટલાક લોકોને આવતાં જોવામાં આવ્યા ત્યારથી તેના પાડોશીઓ એકાએક ચોંકી ગયા. કારણકે, તેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી. જ્યારે તેમણે જોયું કે અનીતા રાજના ઘરે કેટલાક મહેમાનો સાથે મસ્તી મજાક થઈ રહ્યું છે તો તેમણે પોલીસને ફરિયાદ કરી દીધી."

પાડોશીઓની રિપોર્ટ થકી પોલીસ આવી અને આ કેસની તપાસ કરીને ગઈ. ત્યાર બાદ કેસ વધારે બગડતો દેખાયો. તે ઘટનાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો જેમાં અનીતા પતિ સાથે મળીને અપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ સાથે વિવાદ કરતી દેખાય છે. સૂત્રોએ જણાવ્યું કે, "તે જાણવા માગતાં હતા કે તેમના વિરુદ્ધ ફરિયાદ કોણે કરી. તે ગાર્ડને પૂછતાં હતા કે તે જ પાડોશીઓને તેમને ત્યાં આવતાં જતાં મહેમાનો વિશે જણાવ્યું હશે."

જો કે, આ મુદ્દે અનીતા રાજ કંઇક જુદું જ કહે છે. અનીતા રાજે કહ્યું કે, "મારા પતિ એક ડૉક્ટર છે અને તેમના એક મિત્રને મેડિકલ ઇમરજન્સી આવી પડી.તેમની પત્ની પણ તેમની મદદ માટે સાથે આવી હતી. મારા પતિ માનવતાને કારણે તેમને ના પાડી શકી નહીં. જ્યારે મામલાની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ ઘરે આવી અને ત્યારે આખો મામલો સમજી ગઈ. અને માફી માગી તરત પાછી ફરી." આ ગંભીર સ્થિતિમાં અમે એટલા ગેરજવાબદાર નથી કે એક પાર્ટીની ઉજવણી કરી.

bollywood bollywood news bollywood gossips television news