લાલ સિંહ ચઢ્ઢા અને નિકમ્માનું શૂટિંગ થયું બંધ

17 March, 2020 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાલ સિંહ ચઢ્ઢા અને નિકમ્માનું શૂટિંગ થયું બંધ

લાલ સિંહ ચઢ્ઢા

‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘નિકમ્મા’નું શૂટિંગ કોરોના વાઇરસના ભયને કારણે પોસ્ટપોન કરવામાં આવ્યું છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ અને ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા રવિવારે તમામ શૂટિંગ ૧૯ માર્ચથી ૩૧ માર્ચ સુધી બંધ કરવામાં આવશે એની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જે ફિલ્મોનાં શૂટિંગ ચાલુ હોય એને ૧૯ તારીખ સુધીમાં પૂરાં કરવાની સૂચના આપી હતી. જોકે શાહિદ કપૂરની ‘જર્સી’ બાદ હવે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. તેઓ પંજાબમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મ ૨૦૨૦ની ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. આ રોગચાળા પર સંપૂર્ણપણે નિયંત્રણ આવ્યા બાદ જ ફિલ્મનું શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવશે. ‘નિકમ્મા’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની જોવા મળશે. દસ દિવસના શૂટિંગ માટે મઢ-આઇલૅન્ડમાં ભવ્ય સેટ નિર્માણ કરવામાં આવ્યો હતો. સાથે જ ગીતનું શૂટિંગ પણ થવાનું હતું. જોકે ડિરેક્ટર સબિર ખાને સૌને મેસેજ કરીને માહિતી આપી હતી કે સૌની સલામતીનું ધ્યાન રાખતાં શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યુ છે. સ્થિતિ સુધરી જતાં શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ પાંચ જૂને રિલીઝ થવાની છે.  

laal singh chaddha bollywood news entertainment news