Coronavirus વિરુદ્ધ જંગમાં PM મોદીના 'જનતા કર્ફ્યૂ' પર શાહરુખનું નિવેદન

20 March, 2020 06:07 PM IST  |  Mumbai Desk

Coronavirus વિરુદ્ધ જંગમાં PM મોદીના 'જનતા કર્ફ્યૂ' પર શાહરુખનું નિવેદન

શાહરુખ ખાન, નરેન્દ્ર મોદી

દેશમાં કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવા લોકોને સેલ્ફ ક્વૉરંટાઇન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુરુવારે સાંજે વડાપ્રધાન મોદીએ બધાં દેશવાસીઓને અપીલ કરી હતી કે રવિવારે જનતા કર્ફ્યૂનું પાલન કરે. પીએમની આ અપીલની સાર્થક અસર થઈ અને બોલીવુડ સેલિબ્રિટીઝે પણ આનું પાલન કરવામાં રસ દાખવ્યો છે અને પોતાના ચાહકોને આ ફૉલો કરવાની ભલામણ કરી રહ્યા છે.

શાહરુખ ખાને ટ્વીટ કરીને પીએમ મોદીના આ ઇનિશિએટિવનું સમર્થન કર્યું છે અને આ સમયની જરૂરિયાત જાહેર કરવામાં આવી છે. શાહરુખ ખાને પીએમની અપીલનો વીડિયો શૅર કરતા લખ્યું, "આ ખૂબ જ મહત્વનું છે કે સોશિયલ ઇન્ટરેક્શન ઓછામાં ઓછું કરી દેવામાં આવે. સેલ્ફ ક્વૉરંટાઇ લાગૂ કરવામાં આવે. રવિવારે જનતા કર્ફ્યૂ આને હાંસલ કરવાની રીત છે અને અમે ખાનગી સ્તરે આનો વધુમાં વધુ પાલન કરવું જોઇએ. અમે વાયરસનો પ્રસાર અટકાવવા માટે પોતાને ધીમા કરવાની જરૂર છે. બધાં લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહો."

કોરોના વાયરસ કોવિડ 19ના પ્રસારને અટકાવવા માટે સૌથી જરૂરી પગલાં એક-બીજા સાથે સંપર્ક ઘટાડવો. ભીડવાળી જગ્યાઓ પર જવાથી બચવું એકમાત્ર ઉપાય છે, કારણકે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી વાયરસ થવાની શક્યતા વધી જાય છે.

શાહરુખ ખાન સિવાય અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કાર્તિક આર્યન, શબાના આઝમી સહિત તમામ સેલેબ આનું સમર્થન કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચને તો રવિવારે જલસાની બહાર થનારા પોતાના જનતા દર્શન કાર્યક્રમને પણ સ્થગિત કરી દીધું છે અને ચાહકોને ત્યાં ન આવવાની અપીલ કરી છે. આ સિવાય કેટલાય સેલિબ્રિટીઝે પોતાને સેલ્ફ ક્વૉરેન્ટાઇનમાં રાખી દીધા છે. સલમાન ખાન, કટરિના કૅફ, સોનમ કપૂર, મિમી ચક્રવર્તી સહિત કેટલાય સેલેબ્સ સાવધાની રાખવા માટે સેલ્ફ આઇસોલેશનમાં ગયા છે.

bollywood bollywood news coronavirus covid19 Shah Rukh Khan narendra modi