લોકોને કૉર્નર કરવા એ બૉલીવુડની ડાર્ક સાઇડ છે : વિવેક ઑબેરૉય

05 April, 2023 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ કહ્યું છે કે તેને ઇન્ડસ્ટ્રીમાં કૉર્નર કરવામાં આવી હતી અને એથી તે અમેરિકામાં કરીઅર બનાવવા ગઈ હતી

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોને કૉર્નર કરવા એ ડાર્ક સાઇડ છે. પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ કહ્યું છે કે તેને ઇન્ડસ્ટ્રીમાં કૉર્નર કરવામાં આવી હતી અને એથી તે અમેરિકામાં કરીઅર બનાવવા ગઈ હતી. તેને કોઈ કામ નહોતું આપી રહ્યું. વિવેક ઑબેરૉય સાથે પણ એમ થયું હતું. ​તેણે એક પ્રેસ-કૉન્ફરન્સ રાખી હતી અને ત્યાર બાદ તેને ૧૪ મહિનાઓ માટે કામ મળતું બંધ થઈ ગયું હતું. આ વિશે વાત કરતાં વિવેક ઑબેરૉયે કહ્યું કે ‘મને ખુશી છે કે હું એમાંથી બહાર આવી ગયો છું. મને પણ એનો અનુભવ થયો હતો. જોકે દરેક જણ નસીબદાર નથી હોતું કે એમાંથી બહાર આવી શકે. મારે પણ કામ વગરની ઘણી બાબતોમાંથી પસાર થવું પડ્યું હતું. પ્રિયંકાએ જે કહ્યું એ રીતે એક લૉબી ચાલતી આવે છે. દુઃખની વાત છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં એવું થાય છે. આપણી ઇન્ડસ્ટ્રીની આ ડાર્ક સાઇડ છે. મારે એનો સામનો કરવો પડ્યો હતો. એ ખૂબ જ ફ્રસ્ટ્રેટ કરી નાખે એવું છે. મેં ‘શૂટઆઉટ ઍટ વડાલા’માં અવૉર્ડ વિનિંગ અને કમર્શિયલી સફળ પર્ફોર્મન્સ આપ્યો હતો. આ ફિલ્મ બાદ હું ૧૪ મહિના સુધી ઘરમાં બેઠો હતો. મને કામ નહોતું મળી રહ્યું. બૉલીવુડ ખૂબ જ ઇન્સિક્યૉર ઇન્ડસ્ટ્રી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood vivek oberoi