સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ COVID-19 પૉઝિટિવ

20 October, 2020 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ COVID-19 પૉઝિટિવ

તસવીર સૌજન્યઃ મનન દેસાઈનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોવિડ-19નું સંક્રમણ સતત વધી રહ્યું છે એવામાં સેલિબ્રિટીઝ અને પોલીટિશયનો પણ આ વાયરસથી બચી શક્યા નથી. હવે સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ કોવિડ-10 પૉઝિટિવ થયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામના માધ્યમે આ વાત તેમના ફૅન્સને કહી હતી.

ઈન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં પોતાના સ્ટેટ્સમાં તેમણે કહ્યું છે કે, હું દરેકને કહેવા માગુ છુ કે મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. શુક્રવાર સાંજથી મારા શરીરમાં મને તકલીફ જણાતા મે પોતાને આઈસોલેટ કર્યો છે. મને તાવ આવ્યો નહોતો. હાલમાં કોવિડના કદાચ જ કોઈ લક્ષણ હશે. હાલ હું સારુ ફિલ કરી રહ્યો છું. કદાચ મારા પાડોશીના લીધે મને કોવિડ થયો હશે જે હાલ હૉસ્પિટલમાં છે. ડૉ.સી.આર.બુચના સલાહસૂચનથી હું રિકવરી કરી રહ્યો છું. અત્યારના સમયમાં મારા કુટુંબ અને ટીમની સલામતિ એ ખૂબ જ મહત્વનું છે.

મનને ઉમેર્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં જે પણ મારા સંપર્કમાં આવ્યું છે અને કોરોનાના લક્ષણ લાગતા હોય તો  મહેરબાની કરીને પોતાનો ટેસ્ટ કરાવે.  

coronavirus covid19 instagram bollywood