પૃથ્વીરાજના ગીત માટે ક્લાસિકલ ટ્રેઇનિંગ ખૂબ કામ આવી હતી માનુષીને

20 February, 2020 03:36 PM IST  |  Mumbai Desk

પૃથ્વીરાજના ગીત માટે ક્લાસિકલ ટ્રેઇનિંગ ખૂબ કામ આવી હતી માનુષીને

માનુષી છિલ્લરનું કહેવું છે કે ‘પૃથ્વીરાજ’ના ગીત માટે તેને તેની ક્લાસિકલ ડાન્સની ટ્રેઇનિંગ ખૂબ જ કામ આવી હતી. ૨૦૧૭માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી માનુષી આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે સંયોગિતાના પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. માનુષીએ કુચિપુડીની ટ્રેઇનિંગ રાજા અને રાધા રેડ્ડી પાસે લીધી હતી. એ વિશે માનુષીએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં ગીતના સ્કેલને લઈને હું ખૂબ ખુશ થઈ હતી. ગીતના રિહર્સલ દરમ્યાન મારામાં કૉન્ફિડન્સ આવ્યો હતો. મેં ભૂતકાળમાં શીખેલું મને કામમાં આવ્યું હતું અને મને એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે હું એ કરી શકીશ. મને એ વાતની પણ શાંતિ થઈ હતી કે મારા ડિરેક્ટર અને કોરિયોગ્રાફર મારા પર્ફોર્મન્સથી ખુશ હતા.’
પોતાનાં ગુરુઓનો આભાર માનતાં માનુષીએ કહ્યું હતું કે તેમની સખત મહેનતના કારણે જ ‘પૃથ્વીરાજ’નાં ગીતને પર્ફોર્મ કરતી વખતે હું એને ખૂબ એન્જૉય કરી શકી.

manushi chhillar bollywood bollywood gossips bollywood news