લૉકડાઉનમાં લોકોને ઑનલાઇન ડાન્સની ટ્રેઇનિંગ આપતો કોરિયોગ્રાફર ઍશ્લી લોબો

30 March, 2020 04:59 PM IST  |  Mumbai Desk

લૉકડાઉનમાં લોકોને ઑનલાઇન ડાન્સની ટ્રેઇનિંગ આપતો કોરિયોગ્રાફર ઍશ્લી લોબો

દેશમાં લૉકડાઉન હોવાથી લોકોને ઑનલાઇન ડાન્સ શીખવાડી રહ્યો છે ઍશ્લી લોબો. ઍશ્લીની ડાન્સની ઇન્સ્ટિટટ્યૂટ ડાન્સવર્ક્સે આ નવી પહેલ શરૂ કરી છે. ડાન્સવર્ક્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર TDX ઑનલાઇનને લૉન્ચ કરવામાં આવી છે. ઍશ્લીની કોરિયોગ્રાફર્સની ટીમ લોકોને લાઇવ સેશન્સ દ્વારા ડાન્સ શીખવાડી રહી છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં ઍશ્લીએ કહ્યું હતું કે TDX ઑનલાઇન એક્સાઇટ‌િંગ અને કંઈક નવું શોધી લાવવાની એક જર્ની સમાન છે. ઑનલાઇન ડાન્સ શીખવાડવો એ એક પડકાર છે, કારણ કે ડાન્સમાં ફિઝ‌િકલ કરેક્શન હોવું ખૂબ જરૂરી છે. સાથે જ કોઈ પણ પ્રકારની ઇન્જરી ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. વર્તમાનમાં ખાલી સમયનો સદુપયોગ કરવામાં આવે એ જરૂરી છે. એથી ઑનલાઇન જઈને લોકોને શીખવાડવું એ માત્ર જરૂરિયાત જ નહીં પરંતુ સ્ટુડન્ટ્સને પૉઝ‌િટ‌િવ રાખવાની સાથે તેમની અંદરના જોશને ટકાવી રાખવા માટે અગત્યનું છે.

bollywood entertainment news