સૂરમા 2 પ્રોડ્યુસ કરશે ચિત્રાંગદા

04 January, 2020 11:53 AM IST  |  Mumbai

સૂરમા 2 પ્રોડ્યુસ કરશે ચિત્રાંગદા

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ જલદી જ ‘સૂરમા 2’ લઈને આવવાની છે. હૉકી પ્લેયર સંદીપ સિંહના જીવન પર ‘સૂરમા’ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તાપસી પન્નુ અને અંગદ બેદી અગત્યની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. હવે આ ફિલ્મની ફ્રૅન્ચાઇઝીને ચિત્રાંગદા આગળ લઈ જવા માગે છે. ફિલ્મના કલાકારો વિશે ચોક્કસ માહિતી મળી શકી નથી. આ ફિલ્મમાં ભરપૂર પ્રમાણમાં ઇમોશન્સને દેખાડવામાં આવશે. ચિત્રાંગદા હંમેશાંથી સ્ટ્રૉન્ગ સ્ટોરીને પસંદ કરતી આવી છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મ પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે.

chitrangada singh bollywood news entertaintment taapsee pannu angad bedi