સુસ્મિતા સેનની જેમ ચિત્રાંગદા પણ ઇન્કારમાં લડશે જાતીય સતામણી સામે

25 December, 2012 06:19 AM IST  | 

સુસ્મિતા સેનની જેમ ચિત્રાંગદા પણ ઇન્કારમાં લડશે જાતીય સતામણી સામે




ફિલ્મમાં ચિત્રાંગદા વર્કપ્લેસ પર સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ માટે કોર્ટમાં પડકાર આપે છે. તે એક આશાસ્પદ લેખિકાનો રોલ કરી રહી છે, જે એક ઍડ એજન્સીની ક્રીએટિવ ડિરેક્ટર બને છે. તેના જીવનમાં જે બને છે એવું જ કંઈક સુશના જીવનમાં બની ચૂક્યું છે.

૨૦૦૩માં ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતાએ એક કોલ્ડ ડ્રિન્ક કંપની વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો. તેનો એન્ડૉર્સમેન્ટનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવા માટે કંપનીના એક ટોચના અધિકારીએ તેની પાસે સેક્સ્યુઅલ ફેવર માગી હોવાનો આરોપ સુસ્મિતાએ કરેલો. એ પછી કંપનીએ સુસ્મિતાને કંપનીના માર્કેટિંગ હેડ સામે કરેલા આરોપને પાછો ખેંચી લેવા માટે ૧.૫ કરોડ રૂપિયા આપ્યા હતા.

ઇન્કાર માટે ચિત્રાંગદાએ રોડસાઇડ શૉપિંગ કરેલું

સામાન્ય રીતે ઍક્ટરો પોતાના રોલ માટે સખત મહેનત કરતા હોય એવું જોવા મળ્યું છે. ચિત્રાંગદા સિંહ પણ એમાં પાછી પડે એમ નથી. તેની આગામી ફિલ્મ ‘ઇન્કાર’માં તે એક ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં ઇન્ટર્નશિપ કરતી છોકરીનું પાત્ર કરી રહી છે. એ માટે ચિત્રાંગદાએ સ્ટ્રીટ-શૉપિંગ કરીને જન્ક જ્વેલરી ખરીદી હતી અને નાક પણ વીંધાવ્યું હતું. આ ફિલ્મમાં તે ત્રણ જુદા-જુદા લુકમાં દેખાવાની છે. શરૂઆતમાં શિખાઉ તરીકે જોડાય છે એ પછી પાવરફુલ પોઝિશનમાં આવે છે અને પછી કંપનીની હેડ બની જાય છે.

શિખાઉ અને એકદમ વિચિત્ર ટ્રેન્ડ્સમાં માનતી ઇન્ટર્નના લુક માટે ચિત્રાંગદાએ કોલાબા કૉઝવે અને બાન્દરાના રસ્તાઓ પરથી ઢગલો કપડાં અને ઍક્સેસરીઝ ખરીદ્યાં હતાં.

ઇન્કારમાં ૨૬૨ વખત સંભળાશે સેક્સ

ઑફિસમાં થતી સેક્સ્યુઅલ હૅરેસમેન્ટના વિષય પર બની રહેલી ફિલ્મ ‘ઇન્કાર’માં ડાયરેક્ટર સુધીર મિશ્રાએ ૨૬૨ વખતે sફૂહૃ શબ્દનો ઉપયોગ કર્યો છે. અજુર્ન રામપાલ અને ચિત્રાંગદા સિંહને ચમકાવતી આ ફિલ્મમાં જોકે એકેય ઉત્કટ દૃશ્ય નથી. ફિલ્મ મોટે ભાગે ર્કોટરૂમ ડ્રામા છે.