ચિત્રાંગદા સિંહ પણ બની પ્રોડ્યુસર

29 October, 2014 05:36 AM IST  | 

ચિત્રાંગદા સિંહ પણ બની પ્રોડ્યુસર

પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા અને લારા દત્તાની જેમ તેણે પણ ફિલ્મનિર્માણ કરવાનું નક્કી કર્યું છે. તે હૉકીના ભૂતપૂર્વ કૅપ્ટન સંદીપ સિંહના જીવન પર ફિલ્મ બનાવવાની છે અને એ માટે તેણે રાઇટ્સ પણ ખરીદી લીધા છે. જોકે એ વાત નક્કી છે કે આ ફિલ્મમાં ચિત્રાંગદા પોતે ઍક્ટિંગ નથી કરવાની, પણ આ ફિલ્મને ડિરેક્ટ કોણ કરશે એ વાત હજી નક્કી નથી. સંદીપ સિંહ ભારતની નૅશનલ હૉકી ટીમનો પેનલ્ટી કૉર્નર સ્પેશ્યલિસ્ટ છે. પોતાના જીવન પર ફિલ્મ બની રહી હોવાને કારણે સંદીપ ઘણો ખુશ છે. વળી તે અને ચિત્રાંગદા સારા દોસ્ત પણ છે અને એકબીજાને છેલ્લાં બે વર્ષથી ઓળખે છે.