આયુષ્માન સ્વાસ્થ્ય યોજના હેઠળ કોરોના વાઈરસની ફ્રીમાં સારવાર કરવામાં આવે

16 April, 2020 04:55 PM IST  |  Mumbai | IANS

આયુષ્માન સ્વાસ્થ્ય યોજના હેઠળ કોરોના વાઈરસની ફ્રીમાં સારવાર કરવામાં આવે

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહે ભારત સરકારની યોજના વિશે જણાવ્યું હતું કે આયુષ્માન સ્વાસ્થ્ય યોજના હેઠળ લોકોને કોરોનાની ટેસ્ટિંગ કિટ અને સારવાર ફ્રીમાં પૂરી પાડવામાં આવી રહી છે. એ વિશે વધુ માહિતી આપતો વિડિયો યુનિયન હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલફેર મિનિસ્ટર ડૉક્ટર હર્ષવર્ધને ટ્વિટર પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં ચિત્રાંગદા કહી રહી છે કે ‘અમને ફિલ્મોમાં શૉટ્સ પર્ફેક્ટ બનાવવા માટે અનેક ટૅક્સ મળે છે, પરંતુ આ કોરોના વાઇરસનો ચેપ બીજો ચાન્સ નહીં આપે. માત્ર એક ભૂલ આપણને, આપણા પરિવારને અને પાડોશીઓને પણ જોખમમાં મૂકી શકે છે. જો જરૂરી ન હોય તો મહેરબાની કરીને ઘરની બહાર ન નીકળો. આ કપરા સમયમાં આપણાં ગરીબ ભાઈઓ અને બહેનોની પડખે ઊભાં રહેવું ખૂબ જરૂરી છે. સાથે જ જે લોકો વર્ષ દરમ્યાન આપણી સેવા કરે છે જેમ કે વૉચમૅન, શાકભાજીવાળા, લૉન્ડ્રી, કુક્સ અને ડ્રાઇવર્સની પણ મદદ કરવી જોઈએ. સરકારની આયુષ્માન સ્વાસ્થ્ય યોજના હેઠળ ૫૦ કરોડ લોકોને પાંચ લાખ સુધીની ફ્રી સારવાર દર વર્ષે આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ કોરોનાની ટેસ્ટિંગ કિટ અને સારવાર મફતમાં આપવામાં આવે છે. તો અમે આ માહિતી એ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચાડી રહ્યા છીએ. આ સિવાય જો વધુ માહિતી જોઈતી હોય તો 14555 અથવા તો કોવિડ હેલ્પલાઇન નંબર 1075 પર કૉલ કરી શકો છો. આવો આપણે એકસાથે મળીને કોરોનાને હરાવીએ અને દેશને આયુષ્માન બનાવીએ.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news chitrangada singh