ચિત્રાંગદાને ડિવૉર્સ મળી ગયા

17 April, 2014 06:13 AM IST  | 

ચિત્રાંગદાને ડિવૉર્સ મળી ગયા



ઍક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ અને તેના ગૉલ્ફર હસબન્ડ જ્યોતિ રંધાવાના હવે ઑફિશ્યલ ડિવૉર્સ થઈ ગયા છે. બન્નેએ ગયા વર્ષો ડિવૉર્સ માટે ઍપ્લિકેશન ફાઇલ કરી હતી જે ગુડગાંવ ફૅમિલી કોર્ટે માન્ય રાખી લીધી છે. ચિત્રાંગદા અને જ્યોતિને એક દીકરો હતો જેનું નામ ઝોરાવર છે. કોર્ટે ઝોરાવરની કસ્ટડી મમ્મી ચિત્રાંગદાને આપી છે.

ચિત્રાંગદાનાં મૅરેજને તેર વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. બન્નેની મૅરેજ-લાઇફ સારી હતી, પણ છેલ્લાં થોડાં વર્ષોથી તેમની વચ્ચે પ્રૉબ્લેમ શરૂ થયો હતો. ચિત્રાંગદા પહેલાં દિલ્હીમાં જ હસબન્ડ સાથે રહેતી હતી, પણ બૉલીવુડમાં કરીઅર બનાવવા મુંબઈ આવ્યા પછી તે જવલ્લે જ દિલ્હી પતિને ત્યાં જતી હતી.

મૅરેજ-લાઇફમાં પ્રૉબ્લેમ શરૂ થયા પછી સૌથી સારી વાત એ હતી કે બન્નેમાંથી કોઈએ પોતાની મૅરેજ-લાઇફની તકલીફ વિશે ક્યારેય જાહેરમાં કોઈ વાત કરી નથી.