બાળકોને સ્પોર્ટ્‌સ માટે પ્રોત્સાહન આપવું જોઈએ : સોનાક્ષી સિંહા

30 August, 2019 11:06 AM IST  |  મુંબઈ

બાળકોને સ્પોર્ટ્‌સ માટે પ્રોત્સાહન આપવું જોઈએ : સોનાક્ષી સિંહા

બાળકોને સ્પોર્ટ્‌સ માટે પ્રોત્સાહન આપવું જોઈએ : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાનું માનવું છે કે બાળકોને સ્પોર્ટ્‌‌સમાં ભાગ લેવા માટે વધુ ને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. ગઈ કાલે હૉકીના લેજન્ડ મેજર ધ્યાન ચંદની ૧૧૪મી બર્થ-ઍનિવર્સરી હતી. એ દિવસને નૅશનલ સ્પોર્ટ્‌‌સ ડે તરીકે મનાવવામાં આવે છે. એ નિમિત્તે સોનાક્ષીએ પોતાની સ્કૂલના દિવસોને યાદ કર્યા હતા. બાળકોને સ્પોર્ટ્સમાં ઍક્ટિવ બનાવવા અંગે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મારા મતે બાળકોને સ્પોર્ટ્‌‌સમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. મારી પાસે સ્કૂલના દિવસો સાથે જોડાયેલી સારી મેમરી છે. એ વખતે જે પણ સ્પોર્ટ્‌‌સ મને પસંદ હોય એ તમામ સ્પોર્ટ્સ હું રમતી હતી. ઉદાહરણ તરીકે વૉલીબૉલ, ટેનિસ, બાસ્કેટબૉલ અને થ્રો બૉલ. સ્પોર્ટ્‌‌સ તમને ફિટ અને હેલ્ધી રાખે છે સાથે-સાથે તમારા વ્યક્તિત્વનો પણ વિકાસ કરે છે. હું ખૂબ નસીબદાર છું કે હું સ્પોર્ટ્‌‌સ રમી શકી હતી.’

sonakshi sinha bollywood news