પુષ્પા 2ને કઈ બાબતે પાછળ રાખી દીધી છાવાએ?

03 March, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજા શુક્રવારની કમાણીમાં વિકી કૌશલની ફિલ્મ ચડિયાતી સાબિત થઈ

પુષ્પા 2 : ધ રૂલ અને છાવા ફિલ્મનું પોસ્ટર

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 : ધ રૂલ’ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ છે. ભારતમાં આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૮૦૦ કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કર્યું છે અને આ કમાણીને ખબર નહીં કોઈ ફિલ્મ ક્યારેય  આંબી શકશે કે નહીં. અત્યારે ધૂમ મચાવી રહેલી ‘છાવા’ પણ આટલી લાંબી મજલ કાપે એવું ફિલ્મી નિષ્ણાતોને નથી લાગતું, પણ ‘છાવા’એ એક વાતે ‘પુષ્પા 2’ને પાછળ રાખી દીધી છે.

‘છાવા’એ ૨૮ ફેબ્રુઆરીએ, રિલીઝના ત્રીજા શુક્રવારે ૧૩.૩૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું એ ‘પુષ્પા 2’ના ત્રીજા શુક્રવારના ૧૨.૫૦ કરોડ રૂપિયાના કલેક્શન કરતાં વધુ હતું અને એ જોઈને ઘણાને નવાઈ લાગી છે. ત્રીજા શુક્રવારનું ‘છાવા’નું આ કલેક્શન ‘બાહુબલી 2’ (હિન્દી)ના ૧૦.૦૫ કરોડ રૂપિયા કરતાં પણ વધુ હતું.

424.76
‘છાવા’એ ત્રીજા અઠવાડિયાના પહેલા દિવસ સુધી ભારતમાં બૉક્સ-ઑફિસ પર આટલા કરોડ રૂપિયાનું નેટ ક્લેક્શન કર્યું છે.

allu arjun pushpa vicky kaushal box office indian cinema bollywood bollywood news entertainment news