શ્રીનગરમાં શાહરુખ ખાનની પ્રેસ-કૉન્ફરન્સમાં ધમાચકડી

07 September, 2012 02:52 AM IST  | 

શ્રીનગરમાં શાહરુખ ખાનની પ્રેસ-કૉન્ફરન્સમાં ધમાચકડી

શાહરુખે પહેલાં તો ૧૫ મિનિટ મોડા પડવા બદલ માફી માગી હતી. એ પછી તેણે જર્નલિસ્ટોના સવાલોના જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જોકે પત્રકારોએ સવાલોનો મારો કરતાં શાહરુખ બે ઘડી ડઘાઈ ગયો હતો. એ પછી શાહરુખની એક મહિલાચાહકે પત્રકારોને ઠપકો આપતાં તેની અને પત્રકારો વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી. ખુદ શાહરુખે શત્રુઘ્ન સિંહાની સ્ટાઇલમાં ‘ખામોશ’ કહીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, તેણે ઊભા થઈને ફોટોગ્રાફરો અને પોતાના ચાહકોને બેસી જવા વિનંતી કરી હતી.