કંગના રણોતને મળી Y ગ્રેડ સિક્યોરિટી, અભિનેત્રીએ માન્યો અમિત શાહનો આભાર

07 September, 2020 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કંગના રણોતને મળી Y ગ્રેડ સિક્યોરિટી, અભિનેત્રીએ માન્યો અમિત શાહનો આભાર

કંગના રણોત (ફાઇલ ફોટો)

હિમાચલ પ્રદેશ સરકારે ફિલ્મ અભિનેત્રી કંગના રણોતને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે કંગના રાજ્યની દીકરી છે. માટે તેને સુરક્ષા આપવાની પ્રદેશ સરકારની જવાબદારી છે.

અભિનેત્રી કંગના રણોતને કેન્દ્ર સરકારે 'Y' ગ્રેડ સુરક્ષા આફી છે. કંગનાએ આ માટે ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો છે.

'Y' ગ્રેડ સુરક્ષા મળ્યા પછી કંગનાએ કહ્યું કે, "આ પ્રમાણ છે કે હવે કોઇપણ દેશભક્તના અવાજને કોઇ ફાસીવાદી દબાવી નહીં શકે."

જણાવવાનું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તપાસને લઈને કંગના રણોત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ મુદ્દે ઘણાં લોકોને તેમને પરીણામ ભોગવવાની ધમકી પણ આપી છે. આ વિષયે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે રાજ્ય સરકારે કંગના રણોતને રાજ્યમાં સુરક્ષા અપાવવાનો નિર્ણય લીધો છે. કંગનાના પહોંચવા સુધીની સુરક્ષા આપવા પર સરકાર વિચાર કરી રહી છે.

ભાજપ વિધેયક દળની બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું કે, "તેમની બહેને મને શનિવારે પોન કરીને સુરક્ષા વિશે વાત કરી. તેમના પિતાએ પણ રાજ્ય પોલીસે પત્ર લખીને સુરક્ષા આપવાની માગ કરી. માટે મેં ડીજીપીને રાજ્યમાં અભિનેત્રીને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે."

સીએમએ કહ્યું કે, "તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી અમારું કર્તવ્ય છે કારણકે તે હિમાચલ પ્રદેશની દીકરી અને એક સેલિબ્રિટી છે." તેમણે કહ્યું કે અભિનેત્રી 9 સપ્ટેમ્બરે મુંબઇ જવાની છે અને આ દરમિયાન સરકાર તેમને સુરક્ષા અપાવવા પર વિચાર કરી રહી છે.

મુખ્યમંત્રીએ જો કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે કંગના રણોતના નિવેદન પર કંઇપણ કહેવાની ના પાડી દીધી અને કહ્યું કે કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે. તેમણે શિવસેના નેતા સંજય રાઉત દ્વારા અભિનેત્રીને આપેલી કહેવાતી ધમકીઓ પર પણ નિવેદન આપવાની ના પાડી દીધી.

kangana ranaut bollywood bollywood news bollywood gossips amit shah