સેન્સરશિપ આઉટડેટેડ કન્સેપ્ટ છે : વિવેક ઑબેરૉય

06 December, 2019 10:08 AM IST  |  Mumbai

સેન્સરશિપ આઉટડેટેડ કન્સેપ્ટ છે : વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું માનવું છે કે સેન્સરશિપ હવે આઉટડેટેડ કન્સેપ્ટ બની ગયો છે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે લોકોને શું જોવું છે એની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. તે ડિજિટલ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમની વેબ-સિરીઝ ‘ઇન્સાઇડ એજ 2’માં જોવા મળવાનો છે. ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર સેન્સરશિપ ન હોવી જોઈએ. મારા મતે સેન્સરશિપ હવે આઉટડેટેડ કન્સેપ્ટ અને પ્રથા થઈ ગઈ છે. આપણે એક વાઇબ્રન્ટ લોકશાહીમાં રહીએ છીએ. એથી સેન્સરશિપ એક નકારાત્મક બાબત છે. મને એવું લાગે છે કે સેન્સરશિપને બદલે રેટિંગ માટે મૉડર્ન પ્રણાલી હોવી જોઈએ જેમાં લોકોને એક ગાઇડલાઇન આપવામાં આવે કે કોઈ ચોક્કસ પ્રકારના શોમાં અણછાજતી ભાષા અને વસ્તુઓ દેખાડવામાં આવી છે. જો ૧૮ની ઉંમરમાં વોટ કરવાનો અને કોને દેશની સત્તા સોંપવામાં આવે એનો અધિકાર હોય તો મારું માનવું છે કે કઈ ફિલ્મ અને કયા શો જોવા એની પણ આઝાદી હોવી જોઈએ.’

vivek oberoi entertaintment