સેન્સર ર્બોડ PKમાંથી એકેય સીન દૂર નહીં કરે : લીલા સૅમસન

30 December, 2014 05:41 AM IST  | 

સેન્સર ર્બોડ PKમાંથી એકેય સીન દૂર નહીં કરે : લીલા સૅમસન


સેન્સર ર્બોડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનનાં ચૅરપર્સન લીલા સૅમસને કહ્યું હતું કે ‘ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોવાથી ર્બોડ હવે એમાંથી એક પણ સીન દૂર નહીં કરે. દરેક ફિલ્મમાં કોઈ ને કોઈ વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે, પરંતુ લોકો પોતાના દૃષ્ટિકોણથી વિચારીને દરેક વાતની રજૂઆત કરતા હોય છે એથી ક્રીએટિવિટીની બિનજરૂરી રીતે આડેધડ કાપકૂપ કરવી અયોગ્ય ગણાય. ‘PK’ને ર્બોડનું સર્ટિફિકેટ મળેલું છે અને હવે એ રિલીઝ પણ થઈ ગઈ હોવાથી એમાં અમે કોઈ કાપકૂપ ન કરી શકીએ.’