લિકર શૉપ ઓપન કરવા બદલ સરકારને સવાલો કરતી સેલિબ્રિટીઝ

06 May, 2020 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિકર શૉપ ઓપન કરવા બદલ સરકારને સવાલો કરતી સેલિબ્રિટીઝ

પ્રતિકાત્મક તસવીર

સરકારે ત્રીજા લૉકડાઉનમાં ઝોન ડિવાઇડ કરીને કેટલીક છૂટછાટ આપી છે. આ છૂટછાટમાં લિકર શૉપનો પણ સમાવેશ થાય છે. જોકે લિકર શૉપ ખૂલતાંની સાથે જ એની બહાર લોકોની દોડધામ થઈ ગઈ હતી અને લોકો સોશ્યલ ડિસ્ટન્સ રાખતા જોવા નથી મળી રહ્યા. આ વિશે સેલિબ્રિટીએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

આ જીવના જોખમની બીમારીમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી મંદિર, મસ્જિદ અને ચર્ચને બંધ કરવામાં આવ્યાં છે. જોકે લોકો લિકર શૉપની બહાર સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવી રહ્યા હોવા છતાં પણ તેમને એ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

- પવન કલ્યાણ

શ્રમિકો તેમના ઘરે જવા માટે પૈસા ચૂકવી રહ્યા છે. ફૂલો ફેંકવા અને ઍરક્રાફ્ટના ફ્યુઅલ માટે જનતા પૈસા ચૂકવી રહી છે. આલ્કોહૉલ પણ હવે સામાન્ય થઈ ગયો છે.

- જાવેદ જાફરી

મારી અઠવાડિયાની સામગ્રી લેવા માટે હું માર્કેટમાં ગયો હતો. આલ્કોહૉલની શૉપની બહાર ખૂબ જ મોટી ભીડ જોઈ છે. ટ્રાફિક જૅમ છે. લોકોનાં ટોળાં દુકાનની બહાર ઊમટી રહ્યાં છે. કોઈ સોશ્યલ ડિસ્ટન્સને ફૉલો નથી કરી રહ્યું. આ પાગલપનમાં પોલીસ પણ નિસહાય છે. મને ચિંતા થઈ રહી છે કે આ લૉકડાઉનનો કોઈ ફાયદો રહેશે ખરો?

- હંસલ મેહતા

લોકો રસ્તા પર આલ્કોહૉલ લેવા માટે જે રીતે રખડી રહ્યા છે એ જોઈને ખૂબ જ શૉક્ડ છું. આ જ કારણ છે કે ભારત જેવા દેશમાં લૉકડાઉન દરમ્યાન થોડી પણ છૂટછાટ ન આપવી જોઈએ. ખૂબ જ મૂર્ખ લોકો છે.

- રોહિત રૉય

કોઈએ કેમ કૉર્નર પર આવતી દુકાન અથવા તો રોઝમેરીની દુકાનને ઓપન કરવાનું ન વિચાર્યું? તેઓ પોતાના કસ્ટમરને સારી રીતે મૅનેજ કરી રહ્યા છે અને એનાથી લોકોને મદદ પણ મળશે. સરકાર દ્વારા આ ખૂબ જ વાહિયાત નિર્ણય લેવામાં આવ્યો છે. સોસાયટી પર કોઈ પણ પ્રકારના કૉસ્ટ વગર ફક્ત પ્રૉફિટને ધ્યાનમાં રાખવામાં આવ્યો હોવાથી આપણે ખૂબ જ સંકટમાં મુકાઈ જઈશું.

- વિવેક અગ્નિહોત્રી

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips javed jaffrey rohit roy vivek agnihotri hansal mehta