બિન્જ વૉચિંગને સેલિબ્રેટ કરી રહ્યા છે હિટલિસ્ટ વેબ અવૉર્ડ્‌સ

14 February, 2020 04:22 PM IST  |  Mumbai Desk | mayank shekhar

બિન્જ વૉચિંગને સેલિબ્રેટ કરી રહ્યા છે હિટલિસ્ટ વેબ અવૉર્ડ્‌સ

(ડાબેથી) મયંક શેખર, એડિટર, હિટલિસ્ટ; રિધિમા લુલ્લા, સીસીઓ, ઇરોઝ નાઓ; વિક્રમ મલ્હોત્રા, સીઈઓ, અબુદંતિયા એન્ટરટેઇનમેન્ટ; ગૌરવ વર્મા, સીઓઓ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ; સૃષ્ટિ બહલ આર્ય, ડિરેક્ટર, ઇન્ટરનૅશનલ ઓરિજિનલ્સ, નેટફ્લિક્સ; સમીર નાયર, સીઈઓ ઍપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ; નચિકેત પંતવૈદ્ય, સીઈઓ, અલ્ટ બાલાજી, વિજય સુબ્રહ્મણ્યમ, ડિરેક્ટર, કન્ટેન્ટ્સ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો.

વેબ-શોની ક્રોનોલૉજી સમજીએ : સૌથી પહેલાં તમે એવો શો પસંદ કરો છો જે જોવાની તમને ઇચ્છા થાય. ત્યાર બાદ એ તમારા વૉચ-લિસ્ટમાં આવે છે. ત્યાર બાદ તમે એમાંના કેટલાક શોને બિન્જ વૉચ કરો છો. એ તમારું બિન્જ લિસ્ટ બની જાય છે. ત્યાર બાદ તમે ઑટોમૅટિક તમારા માટે જે ‘હિટ’ હોય એ શો, સીઝન્સ, પર્ફોર્મન્સ, રાઇટિંગ અને ડિરેક્શનને પસંદ કરો છો. ૨૦૧૯માં એ તમારું હિટ લિસ્ટ છે.
આ રીતે પબ્લિક વોટ્સ અને જજિસના નિર્ણયને ધ્યાનમાં રાખીને સબસ્ક્રાઇબર-બેઝ્ડ ઓવર-ધ-ટૉપ મીડિયા પ્લૅટફૉર્મ પરના શોમાંથી મિડ-ડે અને રેડિયો સિટી હિટલિસ્ટ વેબ અવૉર્ડ્‍સ, ૨૦૨૦ના વિજેતાને પસંદ કરવામાં આવશે.
લોકો માટેની વોટિંગ લાઇન ૧૪ ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી ઓપન રાખવામાં આવશે. આ માટે ૧૪ કૅટેગરીમાંથી શોને પસંદ કરવામાં આવશે અને એનાથી ઇન્ડિયાનો સૌથી બેસ્ટ કૉમ્પ્રિહેન્સિવ અવૉર્ડ્સ શો બનાવવામાં આવશે. આ અવૉર્ડ્સ શો ૧૯ માર્ચે મુંબઈમાં યોજાશે.
ઇન્ડિયાના ટોચના કન્ટેન્ટ ક્રીએટર્સ અથવા તો કૉમ્પિટિટર્સની સાથે એક રૂમમાં બેસીને ઑનલાઇન એન્ટરટેઇનમેન્ટ વિશે ચર્ચાવિચારણા કરી હિટલિસ્ટ અવૉર્ડ્સને લૉન્ચ અથવા અનાઉન્સ કરવાથી મોટી વાત શું હોય છે? અમે ચર્ચાની શરૂઆત કરી હતી કે OTT (ઓવર-ધ-ટૉપ) શું છે? આપણે ઘણી વાર લોકોને કહેતા સાંભળીએ છીએ કે ‘નેટફ્લિક્સ ઍન્ડ ચિલ’ કરવું પસંદ છે.
(ઍમેઝૉન પ્રાઇમ માટે) ‘માઇન્ડ ધ મલ્હોત્રાસ’, (હૉટસ્ટાર માટે) ‘ક્રિમિનલ જસ્ટિસ’ અને (હૉટસ્ટાર માટે) ‘હૉસ્ટેજિસ’ જેવા શોને પ્રોડ્યુસ કરનાર ઍપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના સમીર નાયરનું કહેવું છે કે ‘ઇન્ડિયા માટે આ ટર્મ નવી છે, પરંતુ એ પણ હકીકત છે કે (મ્યુઝિકની જેમ) વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પણ આજે મોબાઇલમાં ઓવર ધ ટૉપ રહે છે. ટેલિકૉમ અને બ્રૉડબૅન્ડ દ્વારા કેબલ્સ દ્વારા ઇન્ટરનેટ પૂરી પાડવાની સેવા ઊભી કરવામાં આવી છે. આ ઇન્ટરનેટ માટે જે બનાવવામાં આવે છે એને ઓવર-ધ-ટૉપ કહેવામાં આવે છે.’
ફિલ્મોમાં અને ટેલિવિઝનમાં કામ કર્યા બાદ ઇરોસ નાઓની રિધિમા લુલા પણ આ મીડિયમ તરફ આકર્ષિત થઈ છે. આ એક ફ્રેશ પ્લૅટફૉર્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી તેમને શું શીખવા મળ્યું? આ ઇન્ડસ્ટ્રી છેલ્લાં ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ખૂબ જ વિકાસ કરી રહી છે.
ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના કન્ટેન્ટ હેડ વિજય સુબ્રહ્મણ્યમનું કહેવું છે કે ‘અહીં દરેક કસ્ટમર પોતાનો પ્રોગામર હોય છે. અહીં વન-ઑન-વન રિલેશનશિપ હોય છે. અલ્ટ બાલાજીના સીઓઓ નચિકેત પંતવૈદ્યનું કહેવું છે કે ‘આ પ્લૅટફૉર્મના વ્યુઅરશિપ ડેટા એકદમ ચોક્કસ હોય છે, જે ટીવી માટે શક્ય નથી.’
વર્ષો સુધી મલ્ટિપ્લેક્સ બિઝનેસ સાથે જોડાયેલા ગૌરવ વર્મા હાલમાં રેડ ચિલીઝ એન્ટરટેઇમેન્ટના હેડ છે જેમણે નેટફ્લિક્સ માટે ‘બાર્ડ ઑફ બ્લડ’ પ્રોડ્યુસ કરી હતી. તેમનું કહેવું છે કે ‘ફિલ્મ અને મલ્ટિપ્લેક્સના બિઝનેસમાં લોકો તમારી પાસે આવે છે. જોકે વેબ-પ્લૅટફૉર્મ પર એ ઊંધું છે. અહીં તમે તમારા કન્ટેન્ટ દ્વારા દરેક વ્યક્તિ સુધી પહોંચી શકો છો.’
સમીર નાયરનું કહેવું છે કે ‘આ વેબ શો હંમેશાં માટે રહે છે.’
બૉક્સ-ઑફિસ પર ફિલ્મો વધુ સમય માટે નથી રહેતી. વેબ પર પર્સનલાઇઝ્ડ એન્ટરટેઇનમેન્ટ હોવાથી દરેક માટે કન્ટેન્ટ ઉપલબ્ધ હોય છે. નેટફ્લિક્સ ઇન્ડિયાની ડિરેક્ટર સૃષ્ટિ બહલ આર્યનું કહેવું છે કે ‘તમારે ગિલ્ટી પ્લેઝરની સાથે અન્ય પ્રકારના શો પણ બનાવવા પડે છે.’ ‍
વેબ ઇન્ડસ્ટ્રીમાં પણ એક વસ્તુ નથી બદલાઈ અને એ છે રાઇટિંગ. આ વિશે રિધિમા લુલ્લા કહે છે ‘તમે સારા રાઇટિંગ સાથે જ દર્શકોને એન્ગેજ કરી શકો છો.’
વિજય સુબ્રહ્મણ્યમનું કહેવું છે કે ‘રાઇટિંગ એક એવી વસ્તુ છે જ્યાં યુદ્ધ થતું હોય છે અને જીત પણ ત્યાં જ મળે છે. ક્રીએટિવિટી સતત વધતી રહે છે અને એનું કારણ સિરીઝ અને લૉન્ગ ફૉર્મેટ છે. ત્યાર બાદ તમે સ્ટોરીને સપોર્ટ માટે સિનેમૅટિક વિઝનનો સમાવેશ કરો છો.’
સૃષ્ટિ બહલ આર્યનું કહેવું છે કે ‘દુનિયાના તમામ માર્કેટ્સમાં ઇન્ડિયામાં સૌથી વધુ લોકો ફિલ્મ્સ નેટફ્લિક્સ પર જુએ છે.’
ફિલ્મોને થિયેટરમાં જોવાની મજા પણ અલગ હોય છે. જોકે હકીકત એ છે કે વેબની દુનિયાની સાથે મલ્ટિપ્લેક્સનો બિઝનેસ પણ વધી રહ્યો છે.
અક્ષયકુમારને વેબ-વર્લ્ડમાં લઈને આવનાર તેમ જ ‘બ્રેથ’ની પહેલી સીઝન આર. માધવન અને બીજી સીઝન અભિષેક બચ્ચન સાથે બનાવનાર અબુદંતિયા એન્ટરટેઇનમેન્ટના સીઈઓ વિક્રમ મલ્હોત્રા માટે આ બન્ને મીડિયમનું કો-એક્ઝિસ્ટન્સ નૅચરલ લાગે છે. તેમનું કહેવું છે કે ‘આ મીડિયમનો ટેસ્ટ નહીં કરનારને પણ આ ટ્રેડિશનલ સ્ટાર્સની હાજરીથી આકર્ષિત કરવામાં સફળતા મળશે.’
બૉલીવુડના સ્ટાર્સ OTT પ્લૅટફૉર્મ પર કામ કરી રહ્યા છે, પરંતુ સાથે જ આ મીડિયમ પર નવા સ્ટાર પણ બની રહ્યા છે. આ વિશે વિક્રમ મલ્હોત્રાનું કહેવું છે કે ‘આજે સારી સ્ટોરીઝ નવા સ્ટાર બનાવી રહી છે. સિનેમા માટેના નવા સ્ટાર માટે પણ આ લાગુ પડે છે.’ OTT પ્લૅટફૉર્મ દ્વારા ફક્ત ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકો એને ઍક્સેસ કરી શકે છે.
આ વિશે નચિકેત પંતવૈદ્ય કહે છે કે ‘જો તમારે તામિલ ફિલ્મ જોવી હોય તો તમારે સમગ્ર મુંબઈમાં અરોરા થિયેટરની મુલાકાત લેવી પડશે. એના કરતાં તમે એક જ ક્લિક દ્વારા વેત્રિમરણની ‘અસુરા’ને જોઈ શકો છો.’
આ જ કારણ છે કે હિટલિસ્ટ અવૉર્ડ્સમાં નૉન-હિન્દી ઇન્ડિયન ફિલ્મો માટેની પણ એક કૅટેગરી રાખવામાં આવી છે.
સમીર નાયરનું માનવું છે કે કન્ઝ્યુમર માટે આ ખૂબ જ સારો સમય છે. આજે યુઝર્સ બિન્જ વૉચિંગ કરતા થયા છે, પરંતુ આ ઇન્ડિયન્સ માટે નવું નથી. તેઓ પહેલેથી જ દિવસના ચાર કલાક ઍવરેજ ટીવી જુએ છે. જોકે ટીવી અથવા તો ફોનમાં તમારે ચેક-ઇન દરમ્યાન જે ફી આપવી પડે છે એનું શું? અત્યાર સુધીમાં ૪૨થી વધુ OTT પ્લૅટફૉર્મ છે અને ઘણા નવા આવી પણ રહ્યા છે. ઘરમાં મહિના ઘણાં બિલ ભરવાનાં હોય છે. અત્યાર સુધી કેબલની જ ફી હતી, પરંતુ હવે આ OTT પ્લૅટફૉર્મની પણ ફી ભરવી પડશે. શું એનાથી કંઈ અસર પડશે?
આ વિશે સમીર નાયરનું કહેવું છે કે ‘ઇન્ડિયામાં ૬૦૦ ટીવી ચૅનલ હશે એવું પણ કોઈએ વિચાર્યું નહોતું. OTT પ્લૅટફૉર્મ માટે આ વિકાસનો સમય છે. દરેક બાબતમાં સફળતા અને નિષ્ફળતા હોવાની જ છે.’
આ વિશે વધુ જણાવતા વિક્રમ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘છેલ્લા થોડા સમયમાં ઘણાં બદલાવ આવ્યાં છે. ટેક્નૉલૉજી બદલાઈ, ઇન્ટરનેટ ડેટા રેટ્સ ઓછા થયા, સ્માર્ટફોન, કન્ટેન્ટમાં બદલાવ, નવી કાર્યનીતિ તેમ જ ફિલ્મોમાં પણ બદલાવ આવી રહ્યો છે. પાંચ વર્ષ બાદ દર્શકો આજે છે એવા જ રહેશે કે કેમ એ વિશે કંઈ કહી શકાય એમ નથી.’
આપણે બધા જાણીએ છીએ કે આપણે ગયા વર્ષે ક્યાં હતા. OTT પ્લૅટફૉર્મ પર કોણ બેસ્ટ છે એ પસંદ કરવા માટે તમે હિટલિસ્ટ વેબ અવૉર્ડ્સ, ૨૦૨૦માં હાજરી આપો એવી આશા રાખીએ છીએ. હૅપી વોટિંગ. EVMનો કોઈ ઝોલ નહીં હોય એની પ્રૉમિસ.

bollywood bollywood news bollywood events bollywood gossips mayank shekhar