લગ્ન પછી લાલ ગાઉનમાં કાન્સ પહોંચી સોનમ કપૂર, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

21 May, 2019 06:43 PM IST  |  ફ્રાન્સ

લગ્ન પછી લાલ ગાઉનમાં કાન્સ પહોંચી સોનમ કપૂર, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

સોનમ કપૂરના કાન્સ લૂક્સ

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર ફ્રાન્સમાં થતાં 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ભાગ લેવા પહોંચી. સોનમના ત્રણ લૂક્સ જાહેર થઇ ચૂક્યા છે જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, કંગના રનૌત, ઐશ્વર્યા રાય અને ડાયના પેન્ટી જેવી અભિનેત્રીઓ બાદ સોનમ કપૂર પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પહોંચી ગઈ છે. સોનમ રેડ કલરના સુંદર ગાઉનમાં જોવા મળી.

72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચેલી સોનમ કપૂર આ દરમિયાન રેડ સ્ટ્રેપલેસ વૈલેન્ટીનો ડ્રેસ પહેરેલી જોવા મળી, જેની સાથે તેણે લેયર્ડ હાઇ નેક શીર ગાઉન પહેર્યું હતું. આ સાથે તેણે મિડ પાર્ટિંગ સાથે વાળને પાછળ તરફ બાંધીને તેમાં સફેદ ફુલો લગાડ્યા હતા. આ લૂકમાં સોનમ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ત્યાર બાદ સોનમ કપૂરે પોતાનો વધુ એક લૂક શેર કર્યો છે જેમાં તે પર્પલ ગાઉનમાં જોવા મળી, આ ગાઉન એલી સાબે ડિઝાઇન કર્યું છે. તેની ડ્રેસમાં લાગેલો બો અને કૅપ તેના ડ્રેસને વધુ સુંદર બનાવે છે. આ લૂક સાથે સોનમે સાઈડ પાર્ટિંગ કરીને પોની ટેલ બનાવી અને તેની સાથે સોનમે ચોપર્ડ જ્વેલરીના ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા. પોતાના લૂકને કમપ્લીટ કરવા માટે સોનમ કપૂરે ન્યૂડ મેકઅપ કૅરી કર્યો હતો.

સોનમનો ત્રીજો લૂક સામે આવ્યો ત્યારે તે ખૂબ જ સુંદર લાગતી હતી. આ લૂક્સમાં સોનમ કપૂર ગોલ્ડન કલરના ઑફ શૉલ્ડર ગાઉનમાં જોવા મળી. સોનમનો આ લૂક ઘણો રૉયલ હતો જેમાં તે પ્રિન્સેસ જેવી લાગતી હતી. આ લૂક સાથે સોનમે બન બનાવ્યું હતું અને દુપટ્ટાને બન પર સેટ કર્યું હતું. આ ત્રણેય લૂકમાં સોનમ ખૂબ જ સુંદર લાગતી હતી અને તેણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

આ પણ વાંચો : શું Pregnant છે અનુષ્કા શર્મા, ક્લીનિકમાંથી બહાર નીકળતી જોવા મળી

વર્કફ્રન્ટની વાત કરતા સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે અભિનેતા અનિલ કપૂર અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા. ત્યાર બાદ સોનમ હવે ટૂંક સમયમાં જ ફિલ્મ જોયા ફેક્ટરમાં જોવા મળશે. ફિલ્મ અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યો છે.

sonam kapoor cannes 2017 bollywood bollywood events bollywood news bollywood gossips