Any Guesses: આ ક્યૂટ ચહેરો છે બૉલીવુડમાં ફૅમસ, જાણો તમે પણ કોણ છે

05 November, 2020 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Any Guesses: આ ક્યૂટ ચહેરો છે બૉલીવુડમાં ફૅમસ, જાણો તમે પણ કોણ છે

દિયા મિર્ઝા

બૉલીવુડ સ્ટાર્સ હંમેશા પોતાની જૂની અને થ્રોબેક તસવીરો ફૅન્સ સાથે શૅર કરતા હોય છે અને એવી તસવીરો દર્શકો સામે રાખે છે કે જે જોઈને તમને આશ્ચર્ય થાય છે. વારંવાર ફૅન્સ પણ તસવીરને ઓળખવામાં પોતાના દિમાગનું દહીં કરી દે છે. તેઓ વિચારે છે કે તેમના મનપસંદ બૉલીવુડ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા? આખરે તેઓ આટલા કેવી રીતે બદલાઈ ગયા? હાલ સોશિયલ મીડિયા પર એક ક્યૂટ બૉલીવુડ એક્ટ્રેસની બાળપણની તસવીર વાઈરલ થઈ રહી છે, એમાં તમારે ઓળખવું રહેશે કે આ તસવીર છે કોની?

હકીકતમાં બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝીએ પોતાના બાળપણના દિવસોને યાદ કરતા બાળપણની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરમાં દિયા મિર્ઝા ઘણી ક્યૂટ નજર આવી રહી છે. દિયાની આ તસવીર જોઈને એવું લાગે છે કે નાનપણના દિવસોમાં તે ખૂબ જ નટખટ રહી હશે. નાનકડી દિયાની આ તસવીર લોકોને ઘણી પસંદ આવી રહી છે.

દિયા આ તસવીરમાં પીળા-લીલા રંગના સલવાર સૂટમાં નજર આવી રહી છે. પીઠ પર સ્કૂલ બૅગ લઈને દિયા ફોટોમાં સ્માઈલ કરતી નજર આવી રહી છે. આ ફોટોને પોસ્ટ કરતા દિયાએ સુંદર કેપ્શન લખ્યું છે, 'હું મારા બાળપણની દિયાને શું કહું? યૂનિવર્સનો સમય હંમેશાં યોગ્ય હોય છે, પછી ભલે તમે તે સમયે જાણતા ન હોવ. તમે તમારા બાળપણના દિવસોને કેવી રીતે યાદ કરશો?'

દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

dia mirza bollywood bollywood news