અંકલ નહીં, ‘RK’ કહીને બોલાવો રણબીરને

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું નથી ચાહતો કે લોકો એમ વિચારે કે મારી ઉંમર વધી ગઈ છે. મને માત્ર ‘RK’ કહીને બોલાવો.’

અંકલ નહીં, ‘RK’ કહીને બોલાવો રણબીરને

રણબીર કપૂરનું કહેવું છે તેણે બાળકોને કહી રાખ્યું છે કે તેને અંકલ નહીં, પરંતુ ‘RK’ કહીને બોલાવવામાં આવે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે તે ‘કૂલ અંકલ’ છે. બાળકો સાથે તેના સંબંધો પણ ખૂબ મસ્તીભર્યા અને પ્રેમાળ છે. રણબીર અને આલિયા જલદી જ મમ્મી-પાપા બનવાનાય છે. એવામાં તેને પૂછવામાં આવ્યું હતું કે બાળકો સાથે તેનું કેવું જામે છે. એનો જવાબ આપતાં રણબીર કપૂરે કહ્યું કે ‘હું એક વાત કહેવા માગું છું કે હું સારો છું કે નહીં એ તો જાણ નથી, પરંતુ એક વાત જણાવવા માગું છું કે મારા બે નાના કઝિન ભાઈ અરમાન અને આદરનો જ્યારે જન્મ થયો અને તેઓ મોટા થઈ રહ્યા હતા ત્યારે તેઓ હંમેશાં મારી આગળ-પાછળ ફરતા હતા. હું જ્યાં પણ જાઉં ત્યાં તેઓ પહોંચી જતા હતા. તેઓ ખરેખર મને પૂજતા હતા. એથી મને લાગે છે કે તેમના માટે હું સારો છું. મારી એક ભાણેજ સમારા સાહની ૧૧ વર્ષની છે અને તે થોડી શરમાળ છે. તે દિલ્હીમાં જ રહે છે. જોકે તે જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે અમે ખૂબ ક્લોઝ હતાં. હવે તે એવી ઉંમરમાં પહોંચી ગઈ છે જ્યારે તેની છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ ઓછી હોય. જોકે હું એક વાતનો ​વિશ્વાસ કરાવવા માગું છું કે હું બાળકોની ખૂબ નજીક છું. હું કૂલ અંકલ છું, પરંતુ મને કોઈ અંકલ કહીને બોલાવે એ પસંદ નથી. મેં સૌને કહી રાખ્યું છે કે મને ‘RK’ કહીને બોલાવે. મને અંકલનો ટૅગ નથી જોઈતો. હું નથી ચાહતો કે લોકો એમ વિચારે કે મારી ઉંમર વધી ગઈ છે. મને માત્ર ‘RK’ કહીને બોલાવો.’

bollywood news bollywood bollywood gossips entertainment news ranbir kapoor