રાજસ્થાની લોકગીત દ્વારા સંજય દત્તને સલામી

31 October, 2014 05:07 AM IST  | 

રાજસ્થાની લોકગીત દ્વારા સંજય દત્તને સલામી

હજી થોડા દિવસ પહેલાં સાંભળવા મળ્યું હતું કે ફિલ્મમાં આમિરે પહેરેલાં કપડાં સેકન્ડ-હૅન્ડ છે તો હવે સાંભળવા મળ્યું છે કે ફિલ્મમાં લોકલ રાજસ્થાની બૅન્ડવાળાની ભૂમિકા કરી રહેલા સંજય દત્ત માટે આ ફિલ્મમાં ‘ઠર્કી છોકરો’ ટાઇટલવાળું એક રાજસ્થાની ફોક સૉન્ગ પણ બતાવવામાં આવશે. વાસ્તવમાં આ ગીતથી સંજુબાબાને ટ્રિબ્યુટ આપવામાં આવે એવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેલમાં જતાં પહેલાં સંજુએ શૂટ કરેલું આ છેલ્લું સૉન્ગ હતું જે કેવું શૂટ થયું છે એની તેને ખબર જ નથી.

રાજસ્થાની ફોક-સિંગર સ્વરૂપ ખાન દ્વારા ‘ઠર્કી છોકરો’ કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સંજય આમિરને ‘ઠર્કી છોકરો’ સંબોધતો જોવા મળશે. વળી રાજસ્થાની ભાષા આપણી બૉલીવુડમાં વધુ પ્રખ્યાત ન હોવાથી આ સૉન્ગને મોટા પાયા પર પ્રમોટ કરવાનો વિચાર ફિલ્મમેકરો કરી રહ્યા છે.