'Bunty Aur Babli 2'થી યશરાજ ફિલ્મ્સ લૉન્ચ કરશે નવો ચહેરો

20 September, 2019 04:42 PM IST  |  મુંબઈ

'Bunty Aur Babli 2'થી યશરાજ ફિલ્મ્સ લૉન્ચ કરશે નવો ચહેરો

શરવરી વાઘ

યશરાજ ફિલ્મ જલદી જ 2005માં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મ બન્ટી ઔર બબલીનું સીક્વલ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલા બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી નજર આવ્યા હતા. પરંતુ હાલમાં આ ફિલ્મ દ્વારા યશરાજ ફિલ્મ એક નવો ચહેરો લૉન્ચ કરવા જઈ રહ્યા છે.

આ ફિલ્મમાં મેલ લીડ રોલ ભજવવા માટે પહેલા જ ફિલ્મ ગલી બૉય ફૅમ એક્ટર સિદ્ધાર્થ ચતુર્વેદીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. હવે મેકર્સની ફીમેલ લીડ એક્ટ્રેસની શોધ પણ પૂરી થઈ ગઈ છે. ફિલ્મફેરની રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં શરવરી વાઘ રાની મુખર્જીની જગ્યા લેશે. શરવરી આ ફિલ્મથી પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કરવાની છે.

2005માં રિલીઝ થયેલી ફિલ્મ બન્ટી ઔર બબલી ફિલ્મ એક ક્રાઈમ કૉમેડી ફિલ્મ છે જેમાં રાની મુખર્જી અને અભિષેક બચ્ચને ઠગ્સનો રોલ ભજવ્યો હતો. ફિલ્મને શાદ અલી દ્વારા ડિરેક્ટ અને આદિત્ય ચોપડા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી હતી. આ ફિલ્મને જલ્દી શરૂ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મને 2020માં રિલીઝ કરવામાં આવશે, જોવાનું રહેશે કે ટેલેન્ટેડ નવા ચહેરાનો ડેબ્યૂ કેવો રહેશે.

આ પણ વાંચો : હ્રિતિક અને ટાઈગરની 'War' ફિલ્મનું આ ગીત ડાન્સ ફ્લોર પર લગાવશે આગ

રિપોર્ટ અનુસાર શરવરી હાલ નેશનલ ફિલ્મ અવૉર્ડ વિનર વિકી કૌશલનો ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે. સની કૌશલ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ગોલ્ડમાં નજર આવી ચૂક્યા છે અને શરવરી જલદી જ બન્ટી ઔર બબલી 2 ફિલ્મથી પોતાનો ધમાકેદાર ડેબ્યૂ કરવાની છે.

vicky kaushal bollywood news yash raj films