અભિષેકે શૅર કર્યું ટીઝર, પણ કેમ લખ્યું કે સબ કુછ પરફેક્ટ થા ફિર એક દિન.

23 June, 2020 06:27 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અભિષેકે શૅર કર્યું ટીઝર, પણ કેમ લખ્યું કે સબ કુછ પરફેક્ટ થા ફિર એક દિન.

અભિષેક બચ્ચને શૅર કર્યું બ્રીદ-2નું ટીઝર

અભિષેક બચ્ચન એમેઝૉન પ્રાઇમની વેબ સીરિઝ બ્રીદ-ઇન-ટૂ દ શૅડૉઝ સાથે ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. અભિષેકે વેબ સીરિઝનું બીજું ટીઝર શૅર કર્યું છે અને આની સાથે જ જણાવ્યું કે આનું ટ્રેલર ક્યારે આવવાનું છે.

અભિષેકે ટીઝર શૅર કરીને સાથે લખ્યું, "બધું જ પરફેક્ટ હતું, પછી એક દિવસ બધું બદલાઇ ગયું. શું તમે જાણો છો, અમારી સિયા ક્યાં છે?" આભા અને અવિનાશ સભરવાલ. અભિષેક ફિલ્મમાં એક પિતાના રોલમાં છે, જે પોતાની દીકરીની શોધમાં છે. નિત્યા મેનન તેમની પત્નીના પાત્રમાં દેખાવાની છે. સીરિઝનું ટ્રેલર એક જુલાઇના રિલીઝ થવા જઈ રહ્યું છે.

ટીઝરમાં નિત્યાના પાત્રને સિયા સાથે રમતી દર્શાવવામાં આવી છે. અભિષેકનું વૉઇસઓવર છે, જેમાં કહેવામાં આવે છે કે અમે અમારી નાનકડી દુનિયમાં ખુશ હતા. પણ એક દિવસ બધું બદલાઇ ગયું. અમને સિયા વિશે કંઇ નથી ખબર. અને આ હંમેશાં મારો પીછો કરે છે. મારી સિયા ક્યાં ગઈ.

બીજા ટ્વીટમાં અભિષેકે પોસ્ટર શૅર કર્યું છે, જેમાં નિત્યા મેનન એવા લૂકમાં દેખાય છે. આ પોસ્ટર પર લખ્યું છે- આશા ખૂબ જ જોખમકારક બાબત બની શકે છે. ટ્વીટમાં લખ્યું છે કે, "મમ્મા સિયા કો લેકર ઉમ્મીદ નહીં છોડેંગી. વો તુમ્હે ઢૂંઝ નીકાલેંગી"

પહેલું ટીઝર ફાધર્સ ડે પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આની સાથે જ અભિષેકે લખ્યું હતું કે- શૅડૉઝ કી લાઇટ્સ મેં સે હમ તુમ્હે વાપસ લેકર આએંગે.

વેબ સીરિઝ 10 જુલાઇના રિલીઝ થઈ રહી છે. વેબ સીરિઝનું નામ બ્રીદ સીઝન-2 નહીં પણ, Breathe Into the Shadows રાખવામાં આવ્યું છે. બ્રીદ શીર્ષકથી ઍમેઝૉન પ્રાઇમ પર 2018માં એક સીરિઝ આવી ચૂકી છે, જે ખૂબ જ સફળ હતી.

ઇનસાઇડ એજ પછી અમેઝૉનની આ બીજી વેબસીરિઝ હતી. આર માધવન અને અમિત સાધે આ ક્રાઇમ ડ્રામા થ્રિલરમાં મુખ્ય પાત્ર ભજવ્યા હતા. ત્યાર બાદ આની બીજી સીઝનની ચર્ચા ઘણાં સમયથી થઈ રહી હતી.

બ્રીદના કલાકારોની વાત કરીએ તો નિત્યા મેનનને દર્શકો મિશન મંગલમાં જોઇ ચૂક્યા છે. સંયમી ખેર ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સીરીઝ સ્પેશિયલ ઑપ્સનો ભાગ રહી ચૂકી છે. તાજેતરમાં જ તે નેટફ્લિક્સ ઓરિજિનલ ચોક્ડમાં લીડ રોલમાં જોવા મળી હતી.

abhishek bachchan web series