બ્રીધ : ઇનટુ ધ શેડોઝને દસ જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે

13 June, 2020 09:42 PM IST  |  Mumbai Desk | Harsh Desai

બ્રીધ : ઇનટુ ધ શેડોઝને દસ જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે

બ્રીધ

અભિષેક બચ્ચન અને અમિત સાધની ‘બ્રીધ : ઇનટુ ધ શેડોઝ’ને દસ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પર આ સીઝનને રિલીઝ કરવામાં આવશે. આ શોની પહેલી સીઝનમાં આર. માધવન અને અમિત સાધ હતા. અમિત સાધે એમાં ઇન્સ્પેક્ટર કબીર સાંવતની ભૂમિકા ભજવી હતી અને બીજી સીઝનમાં પણ એ જ પાત્રમાં જોવા મળશે. અભિષેક આ શો દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે અને તેની સાથે નિત્યા મેનન પણ ડેબ્યુ કરી રહી છે. અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા આ શોમાં સૈયામી ખેર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. દસ જુલાઈએ રિલીઝ થઈ રહેલા આ શોને મયંક શર્માએ ડિરેક્ટ કર્યો છે. શો વિશે મયંક શર્માએ કહ્યું હતું કે ‘અમે પ્રાઇમ મેમ્બર્સની સામે ‘બ્રીધ’ને નવા અવતારમાં રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ શોમાં દરેક પાત્રની એક અલગ સ્ટોરી છે. આ દરેક સ્ટોરી એકમેક સાથે ક્યારે ભળી જાય છે એ જોવાની દર્શકોને ખૂબ જ મજા આવશે. આ નવા શો દ્વારા હું દર્શકોને ઇમોશન્સ અને થ્રિલ્સની એક રોલર-કોસ્ટર રાઇડ પર લઈ જઈ રહ્યો છું જે તેમને બ્રેથ લેવા પર મજબૂર કરી દેશે.’

bollywood bollywood news bollywood gossips harsh desai