21 June, 2026 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનુષ અને મૃણાલ
લાંબા સમયથી ચર્ચા હતી કે ધનુષ અને મૃણાલ ઠાકુર સીક્રેટ રિલેશનશિપમાં છે. જોકે તેમની ડેટિંગ વિશેની ચર્ચાઓએ હવે એક નવો અને અણધાર્યો વળાંક લીધો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ બન્ને હવે અલગ થઈ ગયાં છે.
ધનુષ થોડા સમય પહેલાં મૃણાલ અને અજય દેવગનને ચમકાવતી ‘સન ઑફ સરદાર 2’ના પ્રીમિયરમાં હાજર રહ્યો હતો. આ ઇવેન્ટના એક વિડિયોમાં ધનુષ અને મૃણાલ એકબીજાને ખૂબ જ ઉષ્માભેર મળતાં જોવા મળ્યાં હતાં અને આ પછી ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બન્ને વચ્ચે ખાસ સંબંધ છે. આ પછી મૃણાલ પણ ધનુષની રોમૅન્ટિક ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની રૅપ-અપ પાર્ટીમાં જોવા મળી હતી. આ સિવાય સોશ્યલ મીડિયા પર ધનુષની બહેનોને ફૉલો કરવાના મૃણાલના નિર્ણયે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે બન્ને કલાકારોના નજીકનાં સૂત્રોએ દાવો કર્યો છે કે ધનુષ અને મૃણાલે અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે તેમના અલગ થવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ બન્ને કલાકારોએ ક્યારેય પોતાના કથિત સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નહોતો તેથી બ્રેકઅપના સમાચારની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને એને હાલમાં માત્ર ઇન્ડસ્ટ્રીની ગૉસિપ તરીકે જોવામાં આવી રહ્યા છે.