Box Office પર 'કેસરી'નો કેસરિયો રંગ છવાયો, આટલી કરી 3 દિવસમાં કમાણી

24 March, 2019 06:41 PM IST  | 

Box Office પર 'કેસરી'નો કેસરિયો રંગ છવાયો, આટલી કરી 3 દિવસમાં કમાણી

'કેસરી' બોક્સ ઓફિસ પર છવાઈ

'કેસરી' બોક્સ ઓફિસ પર છવાઈ રહી છે. હોળીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ 'કેસરી'એ માત્ર 3 દિવસમાં જોરદાર કમાણી કરી છે. 'કેસરી' 2019માં ઓપનિંગ વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની નજીક પહોંચી છે. ટોટલ ધમાલે ત્રણ દિવસમાં 62.40 કરોડની કમાણી કરી હતી. 'કેસરી' આ રેકોર્ડને તોડી શકી નથી પરંતુ સૌથી વધુ કમાણીઓમાં પોતાનું નામ સામેલ કરી લીધુ છે.

બ્રિટિશ હુકુમતના સમયે સારાગઢીના યુદ્ધના આધારે બનેલી ફિલ્મ 'કેસરી' સિનેમા ઘરોમાં કમાલ કરી રહી છે. ફિલ્મની કમાણીના વધતા ગ્રાફને જોઈને લાગી રહ્યું છે કે 'કેસરી' પણ અક્ષય કુમારની સફળ ફિલ્મોમાં સ્થાન મળશે. ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે જ 21.06 કરોડની ઓપનિંગ કરી હતી. બીજા દિવસે પહેલા દિવસ કરતા ઓછી કમાણી કરી હતી જો કે 'કેસરી'એ 16.70 કરોડની કમાણી પોતાના નામે કરી હતી. શનિવારે પણ 'કેસરી'એ 18.75 કરોડની કમાણી હતી. 'કેસરી'એ 3 દિવસમાં કુલ 56.51ની કમાણી કરી ચૂકી છે 'કેસરી'.

'કેસરી', બેટલ ઑફ સારાગઢીની વાર્તા છે. જે 12 સપ્ટેમ્બર 1897માં બ્રિટિશ અને અફઘાન ઓરેકલ જાતિઓ વચ્ચે લડ્યું હતું. તે હવે પાકિસ્તાનમાં નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંત (ખૈબર-પખ્તુનક્વા)માં થયું. ત્યારબાદ સિખ બ્રિટીશ આર્મીમાં 36 સિખ રેજિમેન્ટની ચોથી બટાલિયન હતી, જેમાં 21 સિખ હતા જેના પર 10000 અફઘાનોએ હુમલાઓ કર્યો હતો. સિખોના નેતૃત્વ કરી રહેલા ઈશર સિંહે મૃત્યુ સુધી લડવાનું નક્કી કર્યું. આ લશ્કરી ઈતિહાસમાં ઈતિહાસના સૌથી મહાન યુદ્ધોમાંથી એક માનવામાં આવે છે. લડાઈના બે દિવસ બાદ બીજી બ્રિટિશ ભારતીય સેના દ્વારાએ એ જગ્યા પર કબ્જો કરી લીધો હતો. સિખ સૈનિક આ યુદ્ધની યાદમાં 12 સપ્ટેમ્બરે સારાગઢી દિવસ ઉજવે છે. ફિલ્મમાં અક્ષયકુમારે ઈશર સિંહનું પાત્ર ભજવ્યું છે.

akshay kumar bollywood news