24 March, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનાં પોસ્ટર
રણદીપ હૂડાની ‘સ્વાતંય વીર સાવરકર’ અને પ્રતીક ગાંધીની ‘મડગાંવ એક્સપ્રેસ’ બન્નેએ પહેલા દિવસે ખૂબ ઓછો બિઝનેસ કર્યો છે. રણદીપે તેની ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવ્યું છે અને ‘મડગાંવ એક્સપ્રેસ’ દ્વારા કુણાલ ખેમુએ ડિરેક્શનમાં એન્ટ્રી કરી છે. રણદીપની ફિલ્મને મહારાષ્ટ્રમાં સારો રિસ્પૉન્સ મળ્યો છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧.૧૦ કરોડનો બિઝનેસ કર્યો છે. પ્રતીક, દિવ્યેન્દુ શર્મા અને અવિનાશ તિવારીની ફિલ્મે પહેલા દિવસે ૧.૬૩ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ ફિલ્મને સારા રિવ્યુ મળ્યા છે છતાં પહેલા દિવસે ખૂબ ઓછો બિઝનેસ કર્યો છે.