18 June, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાલમાં સનીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં દિલજિત, વરુણ અને અહાન સાથે પોઝ આપતી એક તસવીર શૅર કરી હતી
હાલમાં પુણેની નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી ખાતે ‘બૉર્ડર 2’નું થર્ડ શેડ્યુલનું શૂટિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ શેડ્યુલમાં સની દેઓલ અને વરુણ ધવનના હિસ્સાનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને હવે દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ તેમની સાથે જોડાયા છે. હાલમાં સનીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં દિલજિત, વરુણ અને અહાન સાથે પોઝ આપતી એક તસવીર શૅર કરી હતી. તેમની સાથે ફિલ્મનિર્માતા નિધિ દત્તા અને ભૂષણ કુમાર પણ જોડાયાં હતાં. કૅપ્શનમાં તેમણે લખ્યું : જ્યારે બધી ‘ફોર્સિસ’ એકસાથે આવે, #BORDER2.
‘બૉર્ડર 2’ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ ૧૯૯૭ની યુદ્ધ-ડ્રામા ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે અને આ ફિલ્મ ભારત અને પાકિસ્તાનના ૧૯૯૯ના કારગિલ યુદ્ધ પર આધારિત હોવાનું માનવામાં આવે છે.