બોની કપૂરના બે હાઉસ હેલ્પર્સની કોરોના રિપોર્ટ પોઝિટીવ

22 May, 2020 01:43 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

બોની કપૂરના બે હાઉસ હેલ્પર્સની કોરોના રિપોર્ટ પોઝિટીવ

ફાઇલ ફોટો

હાલ દેશમાં કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે. દરમિયાન બોલીવુડના જાણીતા ફિલ્મમેકર બોની કપૂરના ઘરેથી પણ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં સમાચાર હતા કે તેમના ઘરે કામ કરતો હાઉસ હેલ્પર કોરોના પૉઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ બોની કપૂર અને દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સહિત અન્ય સ્ટાફ એમ 6થી 7 વ્યક્તિઓની કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આવી ગયો છે.

આ રિપોર્ટમાં બોની કપૂરના ઘરે કામ કરતાં લોકોમાંના બે જણની રિપોર્ટ કોરોના પૉઝિટીવ છે. જ્યારે બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરની રિપોર્ટ નેગેટિવ આવી છે. તાજેતરમાં જ ઘણી મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે બોની કપૂરના લોખંડવાલાના ગ્રીન એકર્સ કૉમ્પ્લેક્સવાળા ઘરમાં તેમના એક હાઉસ હેલ્પરનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.

હવે અન્ય એક રિપોર્ટ પ્રમાણે બોની કપૂરની ઘરના કામ કરતાં વધુ બે હાઉસ હેલ્પર્સનો રિપોર્ટ પણ કોરોના પૉઝિટીવ આવ્યો છે. જો કે, બોની કપૂર, ખુશી કપૂર અને જાહ્નવી કપૂર આ બીમારીથી સંક્રમિત નથી તે સ્વસ્થ છે.

ઉલ્લેખનીય છે કે જે બે હાઉસ હેલ્પર્સનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે તેમનામાં કોરોનાના કોઇપણ લક્ષણો જોવા મળ્યા નહોતા. આ પહેલા પણ બોની કપૂરે પોતે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની બન્ને દીકરીઓ સ્વસ્થ છે અને આ મુશ્કેલીના સમયમાં દરેક પ્રકારના સાવચેતીના પગલાં લઈ રહી છે.

boney kapoor janhvi kapoor khushi kapoor bollywood coronavirus covid19 bollywood news bollywood gossips