ઑનલાઇન સ્ક્રીનરાઇટિંગના પાઠ ભણાવે છે બમન ઈરાની

08 June, 2020 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન સ્ક્રીનરાઇટિંગના પાઠ ભણાવે છે બમન ઈરાની

બમન ઈરાની આ લૉકડાઉનમાં ઑનલાઇન સ્ક્રીનરાઇટિંગની ટ્રેઇનિંગ આપી રહ્યા છે. તેમણે પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. એવામાં હવે તેઓ ઊભરતા રાઇટર્સને રાઇટિંગના પાઠ ભણાવી રહ્યા છે. આ સ્પાઇરલ બાઉન્ડ માસ્ટરક્લાસ હેઠળ ઑનલાઇન સેશનમાં દેશભરમાંથી દરરોજ 70 લોકો ભાગ લઈ રહ્યા છે. એ વિશે બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘સ્પાઇરલ બાઉન્ડ મારા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. મેં 2થી 3 સ્ક્રીનરાઇટર્સ સાથે આ ઑનલાઇન સેશનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તો એની સાથે વધુમાં વધુ લોકો જોડાતા ગયા. હવે દરરોજ 75 લોકો આ સેશનમાં જોડાય છે. આ એક કમ્યુનિકેશન સેશન છે જેમાં અમે પોતાનું જ્ઞાન અને પટકથા લેખનની માહિતી લોકો સાથે શૅર કરીએ છીએ. મારા માટે આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે. એની શરૂઆત એક સ્ટોરીથી થાય છે. જો તમારા પાસે યોગ્ય સ્ક્રીનપ્લે હોય તો એક ઉત્કૃષ્ટ ફિલ્મ અથવા તો મનોરંજનથી સંબંધિત કન્ટેન્ટ બનાવવું સરળ બની જાય છે. હું કળાનો વિદ્યાર્થી છું. આજે પણ એમાં મહારથ મેળવવાનો પ્રયાસ કરું છું. સાથે જ હું અનેક બુદ્ધિમાન લોકોની મદદ કરવા માગું છું.’

lockdown entertainment news bollywood bollywood news bollywood gossips boman irani