વર્લ્ડ કપ જીત પર બની રહેલ ફિલ્મ ‘83’ માં બોમન ઇરાનીની થઇ એન્ટ્રી

27 August, 2019 08:45 PM IST  |  London

વર્લ્ડ કપ જીત પર બની રહેલ ફિલ્મ ‘83’ માં બોમન ઇરાનીની થઇ એન્ટ્રી

London : ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1983માં જીતેલ પહેલા વર્લ્ડ કપ પર ફિલ્મ બની રહી છે. જેમાં મુખ્ય ભુમિકામાં રણબીર સિંહ જોવા મળશે. અત્યારે ફિલ્મની પુરી ટીમ લંડનમાં શુટ કરી રહી છે. ત્યારે આ ફિલ્મમાં ધીરે ધીરે નવા કેરેક્ટરો સામે આવી રહ્યા છે. સાજિદ નડીયાદવાલાએ રણબીર સિંહ અને ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન સાથે બોમન ઈરાનીની તસ્વીરો સોશિયલ મીડિયા મીડિયા પર શેર કરી છે. બોમન ઈરાની બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે જેમણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલોમાં ખાસ ઓળખાણ બનાવી છે.



બોમન ઇરાની ફિલ્મમાં કોમેન્ટેટરની ભુમીકામાં જોવા મળશે
બોલીવુડ ફિલ્મ 83 માં બોમન ઈરાની ઇન્ડીયન ક્રિકેટ ટીમના ભુતપુર્વ વિકેટકીપર ફારુખ એન્જિનિયરના પાત્રમાં જોવા મળશે. ફારુખ એન્જિનિયર ૧૯૮૩ ના વર્લ્ડ કપ દરમિયાન ભારતના એક માત્ર કોમેન્ટર પણ હતા.ફિલ્મ 83 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતની પ્રથમ જીત પર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં રણબીર સિંહ જોવા મળશે અને તે ભારતના પુર્વ સુકાની અને વર્લ્ડ કપ વિજેતા ટીમના સુકાની કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીનો રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આગામી વર્ષે 10 એપ્રિલના ફિલ્મ રીલીઝ થશે.


શુટીંગ દરમ્યાન લંડનમાં ચાહકોએ રણબીર સિંહને ઘેરી વળ્યા
રણવીર સિંહ આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ 83ની શૂટિંગ માટે લંડનમાં છે. શૂટિંગ માટે એમને સાઉથહૉલ જવાનું હતું. ત્યારે એમને જોઈને ફૅન્સ દોડી આવ્યા અને એમને ઘેરી લીધા. રણવીરે પણ પોતાના ફૅન્સ સાથે હાથ મિલાવ્યા અને ઘણી વાતચીત કરી હતી.ફૅન્સની મુલાકાતનો હજી એક વીડિયો એમના ફૅને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ પોતાના એક વૃદ્ધ ફૅન્સ સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં વૃદ્ધ મહિલા રણવીર સિંહનો હાથ પકડીને ડાન્સ કરી રહી છે.

bollywood bollywood gossips bollywood news cricket news ranveer singh boman irani