મને લાગે છે કે હું તેની સાથે સેક્સ કરું... : રિચા ચઢ્ઢા

24 September, 2015 09:05 AM IST  | 

મને લાગે છે કે હું તેની સાથે સેક્સ કરું... : રિચા ચઢ્ઢા


 ગેંગ્સ ઓફ વાસેપુર, મસાન જેવી ફિલ્મોથી ખ્યાતનામ બનેલી અભિનેત્રી રિચા ચઢ્ઢા પોતાની આગામી હિન્દી ફિલ્મ મૈં ઔર ચાર્લ્સને લઈને ઘણી ઉત્સાહિત છે.

 

રણદીપ હુડા સાથે મૈં ઔર ચાર્લ્સફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આવી રહેલી રિચા ચઢ્ઢાનું કહેવું છેકે આ ફિલ્મમાં રણદીપનો લુક ઘણો આકર્ષક છે. જે કોઈ રણદીપને જોશે,તેને રણદીપનો લુક મોહી લેશે.

 

મૈં ઔર ચાર્લ્સ ફિલ્મને લઈને રિચા ચઢ્ઢાએ કહ્યું કે આ ફિલ્મમાં તેનો કિરદાર બોલ્ડ છે અને તે ફિલ્મનાં એક સંવાદથી સમજી શકાય તેમ છે.

 

આવનારી મૈં ઔર ચાર્લ્સ ફિલ્મમાં રિચા ચઢ્ઢા પોતાના એક સંવાદમાં બોલે છે, જબ વો મુજે દેખતા હૈ, મુજે લગતા હૈ કી ઉસકે સાથ સેક્સ કરું

 

પોતાના બોલ્ડ કિરદાર પર વાત કરતા રિચા ચઢ્ઢાએ કહ્યું કે "રણદીપ હુડાએ આ ફિલ્મમાં જે કિરદાર નિભાવ્યો છે. તેને જોઈને  સ્ત્રી અને પુરૂષ બંને  મંત્રમુગ્ધ થઈ જશે. મારી માટે પાત્રમાં ઉતરવું કઠણ હતું."

 

જોકે રણદીપનું કહેવું છેકે "અમે સહજ બનવા માટે ઘણો સમય એકબીજા સાથે વિતાવ્યો હતો."

 

ઉલ્લેખનીય છેકે 30મી ઓક્ટોમ્બર 2015નાં રોજ મૈં ઔર ચાર્લ્સ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.