Saroj Khan Dies: ફૅમસ કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

03 July, 2020 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saroj Khan Dies: ફૅમસ કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

સરોજ ખાન

પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈના બાંન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં નિધન થયું છે. 17 જૂને શ્વાસ લેવામાં થતી તકલીફના લીધે હોસ્પિટલમાં દાખલ થયેલા સરોજ ખાન શુક્રવારે આજે સવારે 1.52 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા છે. કોરિયોગ્રાફર સરોજ ખાન ડાયાબિટીસ અને બીજી બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. એમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો. તેઓ 72 વર્ષના હતા.

સરોજ ખાનના પરિવારમાં પતિ બી. સોહનલાલ, દીકરો હામીદ ખાન અને પુત્રી હિના ખાન અને સુકના ખાન છે. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં 'ગીતા મેરા નામ' સાથે સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો.

ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાને 2000 ગીતોની કોરિયોગ્રાફિંગનો પુરસ્કાર આપવામાં આવ્યો છે, જેમાંથી કેટલાકા આઈકોનિક ડાન્સ નંબર પણ સામેલ છે. આમાંથી મિસ્ટર ઈન્ડિયાનું હવા હવાઈ(1987), તેઝાબથી એક દો તીન(1988), બેટા ફિલ્મથી ધક-ધખ કરને લગા(1992) અને દેવદાસથી ડોલા રે ડોલા(2002) સામેલ છે. એમણે છેલ્લી વાર 2019માં કરણ જોહરના પ્રોડક્શન કલંકનું ગીત તબાહ હો ગઈમાં માધુરી દીક્ષિતને કોરિયાગ્રાફ કરી હતી. 

saroj khan bollywood bollywood news entertainment news