શિલ્પાએ પ્રસિદ્ધ ત્રિપુરાસુંદરી શક્તિપીઠ મંદિરમાં દર્શન કર્યાં

19 April, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિડિયોમાં તે દેવી ત્રિપુરાસુંદરીની પ્રતિમા સામે શ્રદ્ધાભાવે પૂજા કરતી જોવા મળે છે.

શિલ્પાએ પ્રસિદ્ધ ત્રિપુરાસુંદરી શક્તિપીઠ મંદિરમાં દર્શન કર્યાં

શિલ્પા શેટ્ટીએ હાલમાં ત્રિપુરામાં આવેલા પ્રસિદ્ધ ત્રિપુરાસુંદરી શક્તિપીઠ મંદિરમાં દર્શન કરીને માતાના આશીર્વાદ લીધા હતા. શિલ્પાએ આ મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે જેને જોઈને ચાહકો ખુશ થયા છે. શિલ્પાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મંદિરની અંદરના ફોટો અને વિડિયો શૅર કર્યા છે જેમાં તે પૂજા-અર્ચના કરી રહી છે. એક વિડિયોમાં તે દેવી ત્રિપુરાસુંદરીની પ્રતિમા સામે શ્રદ્ધાભાવે પૂજા કરતી જોવા મળે છે.

shilpa shetty bollywood buzz bollywood news bollywood gossips bollywood