રણવીર સિંહને અન્ડરડૉગ સ્ટોરીઝ પસંદ છે

26 June, 2019 11:21 AM IST  | 

રણવીર સિંહને અન્ડરડૉગ સ્ટોરીઝ પસંદ છે

રણવીર સિંહને અન્ડરડૉગ સ્ટોરીઝ પસંદ છે

રણવીર સિંહનું કહેવું છે કે તેને અન્ડરડૉગ સ્ટોરીઝ કરવી પસંદ છે. તેની ‘ગલી બૉય’ની સ્ટોરી પણ આવી જ હતી. ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોનાં દિલોમાં સ્થાન બનાવનાર રણવીર હવે તેની કંપની IncInk દ્વારા મ્યુઝિકમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યો છે. ભારતને વર્લ્ડ કપ ક્રિકેટમાં મળેલી ઐતિહાસિક જીત પર આધારિત ‘83’માં કપિલ દેવની ભૂમિકામાં રણવીર દેખાવાનો છે.

 રણવીર આઉટસાઇડર છે અને બૉલીવુડ સાથે તેના પરિવારનું કોઈ કનેક્શન નથી. આ વિશે રણવીરે કહ્યું હતું કે ‘મેં અન્ડરડૉગને પ્રોત્સાહન આપવા માટે IncInk કંપનીની શરૂઆત કરી છે. હું બૉલીવુડનું બૅકગ્રાઉન્ડ નથી ધરાવતો એથી ક્યારેક મને પણ લાઇફમાં એમ લાગે છે કે હું એક અન્ડરડૉગ છું. હું એક સામાન્ય માણસ જ હતો અને મારું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ સ્ટ્રૉન્ગ કનેક્શન નહોતું. હું અચાનક જ ફેમસ થઈ ગયો હતો. હું પોતાને ખૂબ લકી માનું છું કે મારી પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ હતી. એથી એક આર્ટિસ્ટ, એક પર્ફોર્મર અને એક ઍક્ટર અથવા તો એક સ્ટાર તરીકેની મારી જર્ની એક અન્ડરડૉગની છે એવું કહી શકાય. હું હંમેશાંથી એવી સ્ટોરીઝ પ્રતિ આકર્ષાયો છું જે મને પ્રેરિત કરે. અન્ડરડૉગ વ્યક્તિઓની સ્ટોરી ખૂબ જ પાવરફુલ હોય છે. આ ખરું છે કે મને આવી સ્ક્રિપ્ટ્સ પસંદ છે. ક્યાંક ને ક્યાંક તો હું પણ એ વાઇબ્સનો યુનિવર્સમાં ઉમેરો કરી રહ્યો છું. ‘બૅન્ડ બાજા બારાત’થી માંડીને ‘ગલી બૉય’ અથવા તો મારી લાઇફની સ્ટોરી કાં તો મારી નવી કંપની શરૂ કરવા સુધીની બધી અન્ડરડૉગ સ્ટોરીઝ છે.’

આ પણ વાંચો: દીપા મલિકની બાયોપિકમાં કામ નથી કરી રહી સોનાક્ષી

‘મારા મતે જે સ્ટોરીઝ મારા દિલની નજીક છે એ અન્ડરડૉગ સ્ટોરીઝ છે. મને લાગે છે કે એક માનવ તરીકે આપણને સૌને અન્ડરડૉગ સ્ટોરીઝ જોવી પસંદ પડે છે કે જેમણે અનેક પડકારો ઝીલીને અને અભાવ હોવા છતાં પણ જીતનો સ્વાદ ચાખ્યો છે. આવી જીતને મા‌ણવી મને ગમે છે, કારણ કે એ આપણને જીવનનો અતિશય જરૂરી એવો પાઠ આપે છે. અન્ડરડૉગ સ્ટોરીઝ પૅશનને દેખાડે છે. એ સમર્પણ અને લગનની સાથે આપણને શીખવાડે છે કે આપણે આપણા લક્ષ પર ધ્યાન આપવું જોઈએ. સાથે જ સફળ થવા માટે પોતાની જાતમાં સુધારા લાવવા જોઈએ.'

bollywood gossips gujarati mid-day