બૉલીવુડમાં ગાયકોને પૈસા નથી મળતા : નેહા કક્કર

11 April, 2020 06:37 PM IST  |  Mumbai Desk

બૉલીવુડમાં ગાયકોને પૈસા નથી મળતા : નેહા કક્કર

નેહા કક્કરે જણાવ્યું છે કે બૉલીવુડમાં ગાયકોને પૈસા નથી મળતા. નેહા ‘ગરમી’, ‘આંખ મારે’, ‘ઓ સાકી’, ‘દિલબર’ અને ‘કાલા ચશ્મા’થી જાણીતી થઈ છે. બૉલીવુડમાં ગાયકોની સ્થિતિ વિશે નેહાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં ગીત ગાવા માટે અમને પૈસા નથી મળતા. તેઓ એમ વિચારે છે કે જો અમે સુપરહિટ ગીત આપીશું તો સિંગર્સ શોના માધ્યમથી પૈસા કમાઈ લેશે. હું લાઇવ કૉન્સર્ટ્સથી સારી આવક રળી લઉં છું. જોકે બૉલીવુડમાં આવું નથી. અમારી પાસે ગીત ગવડાવીને તેઓ અમને રકમ નથી ચૂકવતા.’

neha kakkar bollywood bollywood news bollywood gossips entertainment news