video : નેહા કક્કડનો નટખટ વીડિયો થયો વાયરલ, જુઓ શું છે વીડિયોમાં

30 April, 2019 01:10 PM IST  | 

video : નેહા કક્કડનો નટખટ વીડિયો થયો વાયરલ, જુઓ શું છે વીડિયોમાં

નેહા કક્કડ (ફાઇલ ફોટો)

જાણીતી સિંગર નેહા કક્કડ તાજેતરમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો તેના ચાહકો તેની દરેક પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. કેટલાક દિવસ પહેલા નેહા કક્કડે વધુ એક વીડિયો શેર કર્યો હતો જેને ઘણાં બધાં વ્યૂઝ મળી રહ્યા છે.

નેહા કક્કડ પોતાની સિંગિન્ગ સિવાય સોશિયલ મીડિયા પર વીડિયોઝ શેર કરવા માટે પણ ચર્ચાનો વિષય બની રહે છે. તે પોતાના મસ્તીભર્યા અને નટખટ વીડિયોઝ લોકો સામે આવતાં હોય છે. ફરી તેનો ક્યૂટ અંદાજ તેના આ નવા વીડિયોમાં જોવા મળે છે. તેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે વીડિયોમાં નેહાએ ગીત નથી ગાયું. એક શબ્દ પણ બોલી નથી તે છતાં વીડિયોઝને લાખો વ્યૂઝ મળી રહ્યા છે.

હકીકતે નેહાએ આ વીડિયો પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે ઘણી મજાકીયા અંદાજમાં જોવા મળે છે. આ વીડિયોમાં નેહાએ નાના બાળકની જેમ મસ્તી કરી છે. તે બાળકો જેવા હાવભાવો આપે છે જેના કારણે તે ખૂબ જ ક્યૂટ દેખાય છે.

આ પણ વાંચો : બહુ ના વિચાર છે દુનિયાની પહેલી રિવર્સ બાયોપિક

જણાવીએ કે છેલ્લા કેટલાક મહિનાથી નેહા કક્કડ તેના બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકએપને લઇને ચર્ચામાં હતી. દરમિયાન નેહા કક્કડે સોશિયલ મીડિયા પર કેટલીય પોસ્ટ લખી અને તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. નોંધનીય છે કે નેહા કક્કડે નાની ઊંમરમાં બોલીવુડના કેટલાય લોકપ્રિય ગીતો ગાઈને પોતાનું એક આગવું સ્થાન સિંગિન્ગના વિશ્વમાં બનાવ્યું છે. કેટલાય હિટ ગીતની સિંગર અને ઇન્ડિયન આઇડલ 10ની જજ નેહા કક્કડે પોતે ડિપ્રેશનમાં હોવાની વાત સ્વીકાર કરી હતી.

neha kakkar bollywood bollywood news bollywood gossips