બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલનાર મિકાસિંહની દુબઈમાં ધરપકડ

28 December, 2018 05:35 PM IST  | 

બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલનાર મિકાસિંહની દુબઈમાં ધરપકડ

સિંગર મિકા સિંહ

બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલવા બદલ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ટીમ સાથે ગયેલા સિંગર મિકા સિંહની દુબઈ પોલીસે ધરપકડ કરી છે. દુબઈમાં કૉન્સર્ટ માટે ગયેલા મિકા સિંહની ધરપકડ થઈ હોવાની બાબતને ટીમે સમર્થન આપ્યું હતું. બ્રાઝિલની ૧૭ વર્ષની ટીનેજરે મિકા સિંહ વિરુદ્ધ વાંધાજનક ફોટો અને મેસેજ મોકલ્યા હોવાની ફરિયાદ કરી હતી. મિકા સિંહને મધરાતે ત્રણ વાગ્યે પોલીસ લઈ ગઈ હતી. આ કેસની પૂછપરછ માટે તેને અબુ ધાબી લઈ જવામાં આવ્યો છે.

mika singh dubai bollywood news