કોરોનાની ચપેટમાં આવ્યા બૉલીવુડ સિંગર કુમાર સાનુ, થયા હૉમ-ક્વૉરન્ટીન

16 October, 2020 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની ચપેટમાં આવ્યા બૉલીવુડ સિંગર કુમાર સાનુ, થયા હૉમ-ક્વૉરન્ટીન

કુમાર સાનુ

બૉલીવુડના પ્રખ્યાત સિંગર કુમાર સાનુ કોરોના વાઈરસની ચપેટમાં આવી ગયા છે. 14 ઑક્ટોબરે તેમના પરિવારને મળવા માટે લૉસ એન્જલસમાં જવાના હતા. પણ કોરોના વાઈરસ થઈ ગયો હોવાથી પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. કુમાર સાનુ બૉલીવુડના ઘણા મોટા પ્લેબેક સિંગર છે. કુમાર સાનુના મેનેજર જગદીશ ભારદ્વાજે સિંગરને કોરોના થવાની જાણકારી આપી છે.

તેમના મેનેજર જગદીશે જણાવ્યું કે કુમાર સાનુ ગુરૂવારની સવારે 10 વાગ્યે દુબઈથી અમેરિકાના લૉસ એન્જલસ જવાના હતા, પરંતુ હવાઇ મુસાફરી પહેલાં તે કોવિડ પરીક્ષણમાં કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. જેના કારણે તેમનું અમેરિકા જવાનું રદ કરવામાં આવ્યું હતું, તેના બદલે BMCએ તેમને હૉમ-ક્વૉરન્ટીન થવાની સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે, કુમાર સાનુની પત્ની સલોની અને તેમની બે પુત્રી સના અને એના અમેરિકાના લૉસ એન્જલસ શહેરમાં રહે છે અને કુમાર સાનુ લગભગ દર મહિને તેમને મળવા અમેરિકા જતા હતા. પરંતુ જાન્યુઆરી બાદ જ્યારે કોરોનાનું જોખમ વધ્યું તો તેઓ અમેરિકા ગયા નહીં. બાદ તેઓ આ મહિને ત્યાં જવાનું વિચારતા હતા, પરંતુ કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેઓ જઈ શક્યા નહીં.

કુમાર સાનુના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ કોરોનાને લઈને પોસ્ટ કરવામાં આવી છે. આ સાથે જ ફૅન્સને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી છે.

kumar sanu bollywood bollywood news entertainment news coronavirus covid19