શ્રમિક મહિલાએ પોતાના બાળકનું નામ પાડ્યું સોનુ સૂદ શ્રીવાસ્તવ

29 May, 2020 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શ્રમિક મહિલાએ પોતાના બાળકનું નામ પાડ્યું સોનુ સૂદ શ્રીવાસ્તવ

સોનુ સૂદ આજકાલ જેટલો ચર્ચામાં છે એટલું તો કદાચ ભાગ્યે જ કોઇ બીજું છે.

સોનુ સૂદ આજકાલ જેટલો ચર્ચામાં છે એટલું તો કદાચ ભાગ્યે જ કોઇ બીજું છે. તેની વાહવાહી તો અટકતી જ નથી અને તેના ટ્વિટર પરનાં ટિખળી જવાબો તેની યુએસપી એટલે કે યુનિક સેલિંગ પોઇન્ટ બની ગયા છે.

 

સોનુ સૂદે અન્ય મીડિયા સાથેનાં એક ઇન્ટરવ્યુમાં એવો ખુલાસો કર્યો છે કે એક શ્રમિક મહિલા જે પ્રેગનેન્ટ હતી તેને જ્યારે દીકરો અવતર્યો તો તેણે તેનું નામ સોનુ સૂદ શ્રીવાસ્તવ પાડ્યું છે. સોનુ સૂદે અઢળક લોકોનું દિલ જીતી લીધું છે કારણકે એ અણનમ શ્રમિકોની પડખે રહ્યો છે અને અને તેણે હજારો લોકોને ભાથું બાંધી આપીને ઘરે પહોંચાડ્યા છે. હજારો કિલોમિટર ચાલીને ઘરે જનારા શ્રમિકોની વ્યથા ભાંગનારા સોનુ સૂદને શ્રમિકોનાં આશિર્વાદ તો મળે જ છે પણ આ રીતે જ્યારે એક શ્રમિક મહિલાએ આભાર વ્યક્ત કર્યો ત્યારે તેનું હ્રદય પણ પુલકિત થઇ ગયું. સોનુ સૂદે કહ્યું કે તેઓ બાળકને આમ બે અટકવાળું નામ શા માટે આપે છે ત્યારે શ્રમિક જોડીએ કહ્યું હતું કે તેમણે બાળકનું નામ સોનુ સૂદ શ્રીવાસ્તવ જ રાખ્યું છે. સોનુની અટક સૂદ એ બાળકનું મિડલ નેઇમ બની જશે અને તેમને તો બાળકનું નામ આખે આખું સોનુ સૂદ એમ જ રાખવું છે.

કર્ણાટક પાસે આવેલા ગામડે જવા માટે ચાલી રહેલા શ્રમિકોનાં સમુહને સોનુએ જોયો અને તેને સમજાયું કે આ તમામ માટે શહેરમાં જીવવું કેટલું મુશ્કેલ હોઇ શકે છે અને માટે જ તેણે નક્કી કર્યું કે આ શ્રમિકોને થોડો સમય અટકાવવા અને બસની વ્યવસ્થા કરી તેમને ઘરે પહોંચાડવા. સોનુએ કહ્યું હતું કે જ્યારે આ શ્રમિકો બસમાં બેસે, તેમના મ્હોં પર હાસ્ય હોય, તેઓ ગીતો ગાતા હોય અને તેને માટે તાળીઓ પાડીને આભાર વ્યક્ત કરે તે જ તેને માટે સૌથી પ્રેશિયસ ક્ષણ હોય છે.