વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીનું ટ્રેલર રિલીઝ થયું

15 July, 2020 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીનું ટ્રેલર રિલીઝ થયું

શકુંતલા દેવીમાં વિદ્યા બાલન

વિદ્યા બાલન (Vidya Balan) ટૂંક સમયમાં ભારતનાં ગણિતજ્ઞનાં અવતારમાં જોવા મળશે, શંકુતલા દેવી (Shankuntala Devi) ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રજુ થવાની છે અને તેનું ટ્રેલર હમણાં રિલીઝ થયું છે.  ટ્રેલર બહુ જ એક્સાઇટિંગ છે.  ફિલ્મમાં વિદ્યા બાલન સાથે, સાન્યા મલહોત્રા, જિશુ સેનગુપ્તા, અમિત સાધ અને અન્ય અભિનેતા છે. શંકુતલા દેવીની જિંદગીમાં આવેલી સમસ્યાઓ, દુવિધાઓ અને ગણિતના વિજયની વાર્તાઓ આ ફિલ્મમાં વણી લેવાઇ છે.

શંકુલતા દેવી ફિલ્મ હ્યુમન કમ્પ્યુટર તરીકે જાણીતાં ગણિતજ્ઞની જિદંગીમાં ડુબકી લગાવશે. ફિલ્મનું ડાયરેક્શન અનુ મેનને કહ્યું છે જે સિરિઝ ફોર મોર શોટ્સ પ્લિઝની પહેલી સિઝનનાં ડાયરેક્ટર હતા અને તે સોની પિક્ચર્સ નેટવર્ક્સ પ્રોડક્શન્સ અને વિક્રમ મલહોત્રા એબન્ડન્શિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરાઇ છે. તેનો સ્ક્રીન પ્લે નયનિકા મહતાની અને અનુ મેનને લખ્યો છે તો ડાયલૉગ્ઝ ઇશિતા મોઇત્રાનાં છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 31મી જુલાઇએ રિલીઝ થશે.

amazon prime bollywood news entertainment news vidya balan sanya malhotra