આ તો બિલકુલ ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે, જુઓ બચ્ચન બહુની ડુપ્લિકેટને

09 June, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આ તો બિલકુલ ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે, જુઓ બચ્ચન બહુની ડુપ્લિકેટને

ઐશ્વર્યા રાય બચ્ચન જે વિશ્વસુંદરી છે અને બૉલીવુડનાં ફર્સ્ટ ફેમિલી કહી શકાય તેવા બચ્ચન પરિવારની વહુ છે તેના જેવી દેખાતી અનેક છોકરીઓનાં વીડિયોઝ ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહયાં છે. પહેલાં તો ઇરાનિયન મૉડલ મહલ્ઘા જબેરી અને ટિકટોક સ્ટાર મોનસી નાયક ઐશ્વર્યાની જેમ તૈયાર થતા હતા પણ હવે એમાં ઉમેરાઇ છે ટિકટોક સ્ટાર અમ્મુઝ અમૃતા. આ અમૃતા કે અમૃથા ઐશ્વર્યાની માફક તૈયાર થઇને તેનાં અલગ અલગ ફિલ્મોનાં પાત્રોની નકલ કરે છે અને તેના જાણીતા ડાયલોગ્ઝ પણ કડકડાટ તેની જ સ્ટાઇલમાં બોલી રહી છે.

તેના તાજેતરનાં વીડિયોમાં આ અદ્દલ તેના જેવી દેખાતી અમૃત્તા ઐશ્વર્યાની તમીલ ફિલ્મ કંદુકોન્ડેં કોદુકોન્ડેંના ડાયલોગ્ઝ બોલી રહી છે. ઇડુક્કીની રહેવા વાળી આ અમૃતાને તેના નાનકડા શહેરમાં તો પહેલેથી જ લોકો ઐશ્વર્યા કહીને બોલાવે છે. જુઓ તે કેવી રીતે નકલ કરી રહી છે ઐશ્વર્યા રાયની તેના વીડિયોઝમાં.

જો કે તે માત્ર ઐશ્વર્યાની નકલ કરે છે તેમ નથી તેણે બાહુબલીનાં વીડિયોઝ પણ કર્યા છે જે તેના ફેવરીટ છે.

ઐશ્વર્યા રાય પણ તો હવે ઇન્સ્ટાગ્રામ પર છે એટલે આપણે જોવાનું રહ્યું કે તે આ બધા લુક અલાઇક્સને જોઇને શું પ્રતિભાવ આપે છે. હાલમાં ઐશ્વર્યા રાય દિગ્દર્શક મણીરત્નમ સાથે ફરી જોડાશે જેમની સાથે તેણે પહેલાં ઇરુવર, ગુરુ, રાવણમાં અભિનય કર્યો છે. હવે તેઓ પોન્નિયી સેલ્વન ફિલ્મમાં ફરી સાથે કામ કરશે જેમાં તે ડબલ રોલમાં જોવા મળશે.

aishwarya rai bachchan tiktok instagram bollywood news entertainment news